Site icon Revoi.in

દાવોસમાં ભારતનું ગૌરવ, વર્ષ 2047 સુધીમાં 26 લાખ કરોડનું અર્થતંત્ર બનશે – EY રિપોર્ટ

Social Share

દિલ્હીઃ- ભારત આરપ્થિક દ્રષ્ટિએ સતત આગળ વધી રહ્યું છે,કોરોના મહામારી બાદ પણ ભારતનું અર્થતંત્ર  તરત પાટા પર ચઢી ગયું હતુ ત્યારે હવે દાવોસમાં ભારતનું ગૌરવ વધ્યું છે. ભારતના અર્થતંત્રને લઈને ઈવાય રિપોર્ટ સામે આવ્યો છે.

આ રિપોર્ટ પ્રમાણે  વર્ષ 2047 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા 26 ટ્રિલિયન ડૉલરની થઈ જશે. તે જ સમયે, વર્ષ 2028 માં, ભારત 5 લાખ કરોડના માઇલસ્ટોન સુધી પહોંચશે અને 2036 માં, તે 10 લાખ કરોડ સુધી પહોંચી જશે. દાવોસમાં ગ્લોબલ કન્સલ્ટન્સી ફર્મ EY દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે, વર્લ્ડ ઈકોનોમિક ફોરમની મુખ્ય ઈવેન્ટની બાજુમાં યોજાયેલા અન્ય એક કાર્યક્રમમાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

‘ઇન્ડિયા એટ 100: રિયલાઇઝિંગ ધ પોટેન્શિયલ ઑફ 26 ટ્રિલિયન ઇકોનોમી’ શીર્ષક હેઠળના આ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2047માં માથાદીઠ સરેરાશ વાર્ષિક આવક $15,000 એટલે કે વર્તમાન વિનિમય દરે આશરે રૂ. 12.25 લાખ સુધી પહોંચી જશે, જે આજના સ્તર કરતાં 6 ટકા વધારે છે.

આ સહીત ઈવાય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2030 સુધીમાં ભારત જર્મની અને જાપાનને પછાડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની જશે. તમામ અંદાજ 6 ટકાના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર પર આધારિત છે. EY CEO Carmine D’Sibio એ દાવો કર્યો કે ભારતે વિશાળ ક્ષમતા દર્શાવી છે, વૈશ્વિક મંચ પર ભારત આગળ વધી રહ્યું છે.