અર્ઘસૈનિક દળોના કારણે વિશ્વમાં ભારતનું ગૌરવ વધ્યું : અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી
- ગૃહમંત્રી અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી
- કહ્યું – અર્ઘસૈનિક દળોના કારણે વિશ્વમાં ભારતનું ગૌરવ વધ્યું
દિલ્હીઃ- બીએસએફના કાર્યક્રમને સંબોધન કરતાં દેશના ગૃહમંત્રી અમિત શાહે દેશ માટે પોતાનો જીવ આપનારા સૈનિકોને નમન કર્યા હતા. આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, બીએસએફ અને સરહદોની સુરક્ષા કરતી આપણા સુરક્ષા દળોના જવાનોએ આજે ભારતનું નામ રોશન કર્યું છે.
તેમણે વઝધુમાં કહ્યું હતું કે અર્ધલશ્કરી દળોના બળ પર ભારત વિશ્વના નકશા પર પોતાની છાપ છોડી રહ્યું છે. વિશ્વમાં ભારતની સ્થિતિને મજબૂત કરવા માટે આ બહાદુર યોદ્ધાઓને ભૂલી શકાય નહીં.હું તે લોકોને નમન કરુ છું તેમણે દેશ માટે ઉચ્ચ બલિદાન આપ્યું છે.
યોજાયેલા આ સમારોહમાં ગૃહ સચિવ અજય ભલ્લા અને ગુપ્તચર બ્યૂરોના ડિરેક્ટર અરવિંદ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે બીએસએફની સ્થાપના વિશે જણાવ્યું હતું કે તત્કાલીન પૂર્વ પાકિસ્તાનમાં માનવ અધિકારનો ભંગ કરવામાં આવી રહ્યો છે. મહિલાઓ અને બાળકો પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો. બીએસએફ જવાનોએ બાંગ્લાદેશને આઝાદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી
આ સાથે જ તેમણે બીએસએફના સ્થાપક ખુસરો ફારામુર્જ રૂસ્તમજીનો ઉલ્લેખ કરતાં શાહે કહ્યું કેસ આ કાર્યવાહી રુસ્તમજીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી, ત્યારબાદ બાંગ્લાદેશ એક અલગ દેશ બન્યો.ઉલ્લેખનીય છે કે દેશની સુરક્ષામાં વીર શહીદોનો મોટો ફઆળો રહ્યો છે, આજે પણ દેશની સીમાની રક્ષા કરતા જવાનો પોતાના ઘર પરિવારથી દૂર રહીને દેશની જનતાને સુરક્ષીત રાખી રહ્યા છે.