Site icon Revoi.in

પાકિસ્તાનના પૂર્વ PM ને ગોળી વાગવાની ઘટનામાં ભારતે આપી પ્રતિક્રીયાઃ- કહ્યું ‘સ્થિતિ પર અમારી નજર છે’

Social Share

દિલ્હીઃ- પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ગોળી મારવાની ઘટના સામે આવી છે ત્યારે આ બાબતને લઈને ભારતે પોતાની પ્રતિક્રીયા આપી છે,પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર થયેલા હુમલા પર ભારતે સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપતા મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે , “આ ઘટના ત્યારે સામે આવી જ્યારે હું આ બ્રીફિંગ માટે આવી રહ્યો હતો. અમે આ સ્થિતિની  નજીકથી નજર રાખી રહ્યા છે, આ મામલે હમણા કઈ કહેવું યોગ્ય નથી.

આ સાથે જ પાકિસ્તાનના વડા પ્રધાનની ચીનની મુલાકાત દરમિયાન કાશ્મીરના ઉલ્લેખ પર અરિંદમ બાગચીએ કહ્યું, “અમે જોયું છે  કે પાકિસ્તાનના વડા પ્રધાનની ચીનની મુલાકાત પછી બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરના ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશના ઘણા અયોગ્ય સંદર્ભો છે. ” જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે જ  અને તે હંમેશા રહેશે જ.

ઉલ્લેખનીય છે કે આજે ગુરુવારે પંજાબ પ્રાંતમાં  કન્ટેનર-ટ્રક પર હુમલા દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી, પ પંજાબના વજીરાબાદ શહેરમાં અલ્લાહવાલા ચોક નજીક એક અજાણ્યા હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. ત્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પર થયેલા હુમલા પર ભારતે પ્રતિક્રિયા આપી છે.