- પાકિસ્તાન સાથે વાતચીત કરવા બાબતે ભારતનો જવાબ
- ભારતે પારકિસ્તાનને કહ્યું પહેલા આતંકવાદ ખતમ કરો
દિલ્હી- તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે વાતચીતની વિનંતી કરી હતી એક વખત નહી પરંતુ બે વખત તેમણે આ વાતચીત માટેની વાત કહી હતી. હવે પ્રથમ વખત ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
આ બાબતને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું- ભારત હંમેશાથી પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે આતંકવાદ માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. ભારતને બિનશરતી મંત્રણાની ઓફર કરતી વખતે શરીફે એમ પણ કહ્યું કે પાકિસ્તાને ભારત સાથેના ત્રણ યુદ્ધોમાંથી પાઠ શીખ્યા છે. તેમણે યુએઈને પણ ભારતને વાતચીત માટે મનાવવાની અપીલ કરી હતી. જો કે, શરીફની ઓફિસે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે વઝીર-એ-આઝમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે અને તેમણે બિનશરતી વાતચીતની ઓફર કરી નથી.
ત્યારે આ બાબતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સમાં ફોરેન પોલિસી સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓને લઈને વાત કહી હતી. પાકિસ્તાનની વાતચીતની ઓફર પર બાગચીએ કહ્યું- અમે પહેલાં પણ કહ્યું છે અને હવે કહેવા માગીએ છીએ કે ભારત તેના દરેક પડોશી દેશઓ અને પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ તેના રાસો માહોલ જરુરી છે. આતંકવાદ અને હિંસાના વાતાવરણમાં આ શક્ય જ નથી.