અસમની ઘટના અંગે ટિપ્પણી કરનારા મુસ્લિમ દેશોના સંગઠન સામે ભારતની નારાજગી
દિલ્હીઃ ભારતે અસમમાં બેદખલી અભિયાન સંબંધિત એક ઘટના અંગે ભ્રામક નિવેદન મુદ્દે મુસ્લિમ દેશોના સંગઠન ઈસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઈસી)નો સામે નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે કહ્યું કે, આ સમૂહ પાસે દેશના આંતરિક મામલો ઉપર ટીપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યું કે, ભારત આવા તમામ અનુચિત નિવેદનને નકારે છે, તેમજ આશા રાખીએ છીએ કે, ભવિષ્યમાં આવો કોઈ સંદર્ભ નહીં આપવો.
બાગચીએ કહ્યું કે, ઓઆઈસીએ ભારતીય રાજ્ય અસમમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઉપર તથ્યાત્મક રીતે ખોટુ અને ભ્રામક નિવેદન જાહેર કરીને ભારતના આંતરિક મામલો ઉપર ટીપ્પણી કરવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લા મહિનામાં અસમમાં દરાંગ જિલ્લાની એક ઘટના ઉપર ઓઆઈસીની ટીપ્પણી મામલે એક સવાલનો જવાબ આપ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, ભારતીય અધિકારીઓએ આ સંબંધે યોગ્ય કાર્યવાહી કરી છે. બારતના આંતરિક મામલા મુદ્દે દખલ કરવાનો ઓઆઈસીને કોઈ અધિકાર નથી. દરાંગમાં અતિક્રમણ રોધી અભિયાન દરમિયાન બે વ્યક્તિઓના મોત થયાં હતા અને અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ અસમના દરાંગ જિલ્લામાં ગયા મહિને સરકારી જમીન ઉપર દબાણ હટાવો અભિયાન હેઠખ અનેક મુસ્લિમ પરિવારને કથિત રીતે દૂર કરાયાં હતા. આ ઘટનાને ઓઆઈસીએ પોલીસ કાર્યવાહીને હિંસા અને ઉત્પીડન દર્શાવ્યું હતું.