Site icon Revoi.in

ધાર્મિક સ્વતંત્રતા અંગેના અમેરિકાના રિપોર્ટ પર ભારતનો જવાબ કહ્યું આવા અહેવાલો ખોટી માહિતી પર આધારિત છે

Social Share

દિલ્હીઃ- દેશની મહાસત્તા ગણાતા દેશ અમેરિકાએ ભારતની સ્વતંત્રતા મામલે એક રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં સીધી રીતે ભારત પર આરોપ લગાવ્યો હતો જો કે હવે ઘાર્મિક સંવતંત્રતા મામલેના અમેરિકાએ રજૂ કરેલા રિપોર્ટનો ભારતે જવાબ આપ્યો છે, ભારતે વિતેલા દિવસને મંગળવારે ધાર્મિક સ્વતંત્રતાના વિષય પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અહેવાલને “પક્ષપાતી” ગણાવીને તેને  નકારી કાઢ્યો હતો

ઉલ્લેખનીય છે કે યુએસ દ્રારા જારી કરવામાં આવેલા આ રિકોર્ટમાં  લઘુમતીઓ પર કથિત હુમલાઓ માટે ભારતની ટીકા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આવા અહેવાલો “ખોટી માહિતી અને ખામીયુક્ત સમજણ” પર બનેલા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ મામલે વિદેશ વિભાગે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અહેવાલો ખોટી માહિતી અને ખામીયુક્ત સમજણ પર આધારિત રજૂકરાયા છે. અહેવાલો વિશે મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વાત કહી હતી.

આ સાથે જ અરવિંદ બાગચીએ એમ પણ  કહ્યું કે આવા અહેવાલો ખોટી માહિતી અને ખામીયુક્ત સમજણ પર આધારિત છે.  કેટલાક યુએસ અધિકારીઓ દ્વારા લક્ષિત અને પક્ષપાતી ટિપ્પણીઓ દ્વારા આવા અહેવાલોની વિશ્વસનીયતા વધુ નબળી પડી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારત અમેરિકા સાથેની તેની ભાગીદારીને મહત્ત્વ આપે છે અને પરસ્પર મુદ્દાઓ પર નિખાલસતાથી વાતચીત કરવાનું બંધ નહી કરે,