મુંબઈ:ભારતના સાત્વિક-ચિરાગની સ્ટાર જોડીએ 2022માં તાઈવાનના લુ ચિંગ-યાઓ/યાંગ પો હાનને હરાવીને બેડમિન્ટન ફ્રેન્ચ ઓપન મેન્સ ડબલ જીતવા માટે તેમનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું હતું. આ તેનું 11મું ટાઈટલ છે. એકતરફી મુકાબલો લગભગ 48 મિનિટ સુધી ચાલ્યો હતો, જેમાં ભારતીય જોડીએ શરૂઆતથી જ કોર્ટ પર પ્રભુત્વ જમાવ્યું હતું.જેના કારણે વિરોધી ખેલાડીઓ માટે જીત મેળવવી મુશ્કેલ બની ગઈ હતી.
છેલ્લી 2019 ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટમાં, સાત્વિક અને ચિરાગની જોડી ખિતાબથી ચુકી ગઈ હતી. તે દરમિયાન રનર્સ-અપ રહ્યા હતા અને માર્કસ ફર્નાલ્ડી ગીડોન અને કેવિન સંજય સુકામુલજોની ઇન્ડોનેશિયન જોડી સામે હારી ગયા.આ સાથે જ આ જોડીએ 21-13, 21-19થી શાનદાર પ્રદર્શન કરીને આ ખિતાબ જીતી લીધો છે.1983માં, પાર્થો ગાંગુલી અને વિક્રમ સિંહ પછી ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતનારી પ્રથમ ભારતીય મેન્સ ડબલ્સ ટીમ બની હતી.
અગાઉ, સાત્વિક અને ચિરાગે શુક્રવારે મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પૂર્વ વિશ્વ ચેમ્પિયન અને જાપાનના તાકુરો હોકી અને યુગો કોબાયાશીની વિશ્વની નંબર વન જોડીને હરાવી હતી. દસમા ક્રમાંકિત ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ ટોચના ક્રમાંકિત જાપાની ખેલાડીઓ તાકુરો હોકી અને યુગો કોબાયાશીને 49 મિનિટમાં 23-21, 21-18થી હરાવ્યા હતા. ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય જોડીના પ્રદર્શનને જોતા સેમીફાઈનલ મેચ તેમના માટે આસાન માનવામાં આવી રહી હતી.મેચમાં પણ એવું જ થયું અને ભારતીય ખેલાડીઓ સરળતાથી જીતી ગયા.