- તેલંગણાના પુષ્પ ઇત્સવનું દુબઈમાં પ્રદર્શન
- બુર્જ ખલીફા પર શાનદાર પ્રદર્શન
દિલ્હીઃ- ભારતના રાજ્ય તેલંગાણાનો પુષ્પ ઉત્સવ ભારતમાં તો જાણીતો છે જ તેનું ઘણું મગત્વ છે,કત્યારે હવે આ ઉત્સવે દૂબઈમાં પણ પોતાનું મહત્વ દર્શાવ્યું છે, વાત જાણે એમ છે કે આ તેલંગણાનો પુષ્ર ઉત્સવ બાથુકમ્મા દુબઇની વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફામાં કરવામાં આવ્યો હતો. આ સાથે જ થુકમ્મા વિશ્વના સૌથી મોટા સ્ક્રીન પર દર્શાવાયા પછી વૈશ્વિક થઈ ગયો.વિશ્વભરના લોકો દ્વારા તેને નિહાળવામાં આવ્યો હતો.
નિઝામાબાદ એમએલસી અને મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી કલાકુંતલા કવિતાના પ્રયાસો દ્વારા રાજ્યની અનોખી સંસ્કૃતિ પ્રદર્શિત કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આ ઉત્સવનું પ્રદર્શન વિતેલી રાતે એટલે કે 23 ઓક્ટોબરે રાત્રે 10 વાગ્યાની આસપાસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. કવિતાની આગેવાની હેઠળની સાંસ્કૃતિક સંસ્થા તેલંગણા જાગૃતિએ બુર્જ ખલીફા પર બાથુકમ્માની સ્ક્રિનિંગની જવાબદારી હાથ ધરી હતી.
શ્રીમતી કવિતા, જે પૂર્વ સંસદ સભ્ય અને તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી છે, તેલંગણા જાગૃતિનું નેતૃત્વ કરે છે, જે ભારતમાં તેલંગણા માટે રાજ્ય સ્થાપના ચળવળ દરમિયાન રચાયેલી સાંસ્કૃતિક અને સાહિત્યિક સંસ્થા છે અને સાંસ્કૃતિક જાળવણી અને ઉજવણી માટે કામ કરી રહી છે. આ ઉત્સવ તેલંગાણાનો વારસો છે.
તેલંગણા જાગૃતિની આ વર્ષની બાથુકમ્મા આવૃત્તિ તદ્દન અનોખી હતી. સંગઠને એક બથુકમ્મા ગીત “અલીપૂલા વેન્નેલા” લોન્ચ કર્યું, જે આ તહેવારની સિઝનમાં પહેલેથી જ સુપરહિટ છે, જે સંગીત ઉસ્તાદ એ આર રહેમાન દ્વારા રચિત છે, જે ભારતીય દિગ્દર્શક ગૌતમ વાસુદેવ મેનન દ્વારા નિર્દેશિત છે અને કલાકારોની પ્રતિભાશાળી ટીમ દ્વારા લાઈવ કરવામાં આવ્યું છે.
આ પુષ્ક ઉત્સવ વિશઅવની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર જૂદા જૂદા રંગોમાં થછાવાયો હતો જે વિશ્વસ્તરે ચર્ચિત પણ બન્યો છે,બુર્જ સ્ક્રીન પર “જય હિંદ” અને “જય તેલંગાણા” ના નારા દર્શકોમાં આનંદ અને ગર્વના આંસુઓ સાથે ગુંજ્યા.