Site icon Revoi.in

ભારતમાં વર્ષ 2030 સુધીમાં સ્ટીલનો વપરાશ 250 મિલિયન ટન થવાની શકયતા

Social Share

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટીલના વપરાશમાં વધારો થયો છે. દેશમાં વર્ષ 2020-21ના નાણાકીય વર્ષમાં ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ 96.2 મિલયન ટન જેટલો હતો. જે વર્ષ 2030 સુધીમાં 250 મિલિયન ટન સુધી પહોંચવાની શકયતાઓ છે. દરમિયાન કેવડિયા ખાતે સ્ટીલ મંત્રાલય સાથે સંસદસભ્યોની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામ ચંદ્ર પ્રસાદ સિંહે “મેક ઈન ઈન્ડિયા”, ‘ગતિ શક્તિ’ યોજનાઓ સ્ટીલ ક્ષેત્રે વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ ચાલક બની રહેવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કેવડિયા ખાતે સ્ટીલ વપરાશ વિષય ઉપર યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક વિકાસમાં સ્ટીલ મહત્વની ભૂમિકા રહેલી છે. ભારત સ્ટીલનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક બની રહ્યો છે. જેથી હવે સ્ટીલના ઉત્પાદનમાં વધારો કરવાની દિશામાં સરકાર વિચારણા કરી રહી છે. દેશમાં સ્ટીલનો મુખ્ય ઉપભોક્તા બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રો છે. સરકારે તાજેતરમાં જાહેર કરેલા ગતિશક્તિ પ્લાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે કરોડોના રોકારણની યોજનાને પૂરક બનાવશે. આ બેઠક કેન્દ્રીય મંત્રીએ સ્ટીલના ઉત્પાદન અને વપરાશ ઉપર ધ્યાન કેન્દ્રીય કરવા સૂચન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઉદ્યોગ ક્ષેત્ર વિકાસ વધ્યો છે. જેના કારણે નવી રોજગારી ઉભી થઈ છે. બીજી તરફ કેન્દ્ર સરકાર મેડ ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને વધારે મજબુત બનાવવા માટે કામગીરી કરી રહી છે.