Site icon Revoi.in

ભારતની વધી શકે છે તાકાત, અમેરિકા સાથે 82 મિલિયન ડોલરની ડિફેન્સ ડીલને અમેરિકાની મંજૂરી

Social Share

દિલ્લી: ભારતની વિરુદ્ધમાં ચીન અને પાકિસ્તાન દ્વારા વધતી ચાલાકી તથા અવળચંડાઈને સરખો જવાબ આપવા માટે ભારત સરકાર સતત તેની તાકાતમાં વધારો કરી રહી છે. આવામાં અમેરિકા દ્વારા ભારતને ઘાતક હાર્પૂન મિસાઈલ મળી શકે તેમ છે. અમેરિકાની સરકાર દ્વારા 82 મિલિયન ડોલરની આ ડીલને મંજૂરી મળી ગઈ છે.

ભારતને ૮૨ મિલિયન ડોલરમાં હાર્પૂન જોઈન્ટ કોમન ટેસ્ટ સેટ તેમજ તેને લગતાં અન્ય સાધનો વેચવા અમેરિકાએ મંજૂરી આપી છે. આને કારણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત થશે તેમજ એશિયા પેસિફિક વિસ્તારમાં મહત્ત્વનાં ડિફેન્સિવ પાર્ટનરની સુરક્ષામાં વધારો થશે.

જો વાત કરવામાં આવે હાર્પૂનની કામગીરી અને તાકાત વિશે તો આ મિસાઈલનો ખાસ પ્રકારનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ દુશ્મને દેશના જહાજને તોડી પાડવાનું હોય, એટલે કે આ મિસાઈલ હાર્પૂનનો ઉપયોગ દરિયામાં જહાજોને તોડી પાડવા માટે જ થાય છે. અમેરિકન કોંગ્રેસ દ્વારા પરવાનગી મળ્યા પછી પેન્ટાગોનની ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી દ્વારા આ માટેનું ર્સિટફિકેટ આપાશે.

ભારતે હાર્પૂન જોઈન્ટ કોમન ટેસ્ટ સેટ ખરીદવા રસ દર્શાવ્યો હતો. આ ઉપરાંત એક હાર્પૂન ઈન્ટરમીડિએટ લેવલ મેઇન્ટેનન્સ સ્ટેશન, તેના સ્પેરપાટ્ર્સ અને રિપેરિંગ માટેનાં પાટ્ર્સ, ટેસ્ટ ઈક્વિપમેન્ટસ, પબ્લિકેશન્સ અને ટેકનિકલ ડોક્યુમેન્ટ્સ તથા ટ્રેનિંગને લગતી તમામ સુવિધાઓ ભારતને આપવામાં આવશે.