Site icon Revoi.in

ચીન સામે ભારતનું સખ્ત વલણ- સીમા પર 50 હજાર વધુ સૈનિકોને કર્યા તૈનાત

Social Share

 

દિલ્હીઃ- ભારતે ચીન સરહદ પરની વ્યૂહરચનામાં આક્રમક ફેરફાર કરીને 50 હજાર જેટલા વધારાના સૈનિકોને દેશની રક્ષા માટે તૈનાત કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન સરહદ પરનું દૃશ્ય પણ ઝડપથી બદલાઈ ગયું છે. સરહદ પર ડ્રેગનનું અતિક્રમણ, માળખાગત સુવિધાઓનું નિર્માણ અને સૈન્ય અને શસ્ત્રોની તેનાતી વધવાના કારણે પણ આ મોરચે ભારત તરફથી તકેદારી વધારવામાં આવી છે. ગયા વર્ષે લદ્દાખ નજીક ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ પછી, હવે આ નિર્ણય ભારતની વ્યૂહરચનામાં નોંધપાત્ર બદલાવની નિશાની છે.

એક તરફ ભારત પાકિસ્તાન સાથે એલઓસી પર યુદ્ધવિરામ માટે સંમત થયું છે, તો બીજી તરફ ચીની મોરચે સતર્ક રહીને સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે.ભારતે ચીનની સરહદ પાસે આવેલા ત્રણ જિલ્લામાં સૈન્યની તૈનાતી વધારી દીધી છે. આ સિવાય લડાકુ વિમાનોની સંખ્યામાં પણ વધારો કર્યો છે. હાલમાં, ભારતીય સેનાના 2 લાખ જવાનો સરહદ પર સ્થિત છે. બ્લૂમબર્ગના એક અહેવાલ પ્રમાણે, છેલ્લા એક વર્ષમાં સૈન્ય તૈનાતમાં 40 ટકાનો વધારો થવાને કારણે આ સંખ્યામાં વધારો થયો છે.

આ મામલે સંબંધિત સૂત્રએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ભારતીય સૈન્યની સરહદ પર એવી રીતે તૈનાતી કરવામાં આવી હતી કે ચીનની કોઈ પણ ચાલ રોકી શકાય. પરંતુ હવે જમાવટમાં વધારો થવાને કારણે ભારતીય સેના પાસે આક્રમક જવાબ આપવાનો વિકલ્પ હશે. આ વ્યૂહરચના ઓફેન્સિવ ડિફએન્સ તરીકે ઓળખાય છે.આ પહેલા ચીને ભૂતકાળમાં પણ સરહદ પર પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો હતો.સૈન્ય તૈનાત વધારવાની સાથે સાથે ભારતે શસ્ત્રોની હિલચાલ માટેની યોજના પણ તૈયાર કરી છે.