વર્લ્ડકપમાં ભારતના વિજયોત્સવની આગેકૂચ, નેઘરલેન્ડને 160 રનથી હરાવ્યું, સતત 9મીવાર જીત
બેંગલુરૂઃ વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમે પોતાની વિજય કૂચ આગળ વધારી છે. ટીમે છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડ્સને 160 રને હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં ભારતનો આ સતત નવમો વિજય છે. ટીમ ઈન્ડિયાએ પ્રશંસકોને દિવાળી ગીફ્ટ આપી દીધી છે અને પોતાની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું છે. વર્લ્ડ કપ 2023માં રોહિત શર્માની સેનાએ સતત 9 મેચ જીતીને લીગ રાઉન્ડનો અંત આણ્યો હતો. વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી કોઈ ટીમ ભારતને હરાવી શકી નથી. ભારતે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ હવે 15 નવેમ્બરે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરશે.
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 4 વિકેટે 410 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ 47.5 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યરે અણનમ 128 રન અને કેએલ રાહુલે 102 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા (61 રન), શુભમન ગિલ (51 રન) અને વિરાટ કોહલી (51 રન)એ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. પાવરપ્લેમાં સરેરાશ શરૂઆત બાદ નેધરલેન્ડ્સના બેટર્સ દબાણમાં જોવા મળ્યા હતા. ટીમ તરફથી કોઈ બેટર ફિફ્ટી ફટકારી શક્યો નહોતો. ટીમે 30 ઓવરમાં 128 રન બનાવીને 5 વિકેટ ગુમાવી દીધી હતી.
આ દરમિયાન વિરાટ કોહલી, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવની બોલિંગ જોવા મળી હતી. વિરાટ કોહલીએ નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સને આઉટ કર્યો હતો. તેણે 3 ઓવરમાં 13 રન આપીને એક વિકેટ લીધી, જ્યારે શુભમન ગિલ અને સૂર્યકુમાર 2-2 ઓવર નાખ્યા પછી ખાલી હાથ રહ્યા. 40 ઓવર પછી ટીમનો સ્કોર 190/6 હતો.
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 411 રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી નેધરલેન્ડ્સની ટીમે બીજી જ ઓવરમાં વેજલી બારેસીની વિકેટ ગુમાવી દીધી હતી. બારેસી માત્ર 4 રન બનાવીને મોહમ્મદ સિરાજની બોલિંગમાં આઉટ થયો હતો. નંબર-3 પર ઉતરેલા કોલિન એકરમેને મેક્સ ઓ’ડાઉડ સાથે 50+ રનની ભાગીદારી કરી હતી. બંનેએ 10 ઓવરમાં ટીમનો સ્કોર 62 રન સુધી પહોંચાડ્યો હતો. પ્રથમ પાવરપ્લે પૂરો થયા બાદ કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાએ રન પર બ્રેક લગાવી હતી. કુલદીપે એકરમેનને LBW આઉટ કર્યો હતો, જ્યારે જાડેજાએ ઓ’ડાઉડને બોલ્ડ કર્યો હતો. 72 રનના સ્કોર સુધી ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી.
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં, ટીમે ટોસ જીતીને બેટિંગ કરી અને 50 ઓવરમાં 4 વિકેટે 410 રન બનાવ્યા. શ્રેયસ અય્યરે અણનમ 128 રન અને કેએલ રાહુલે 102 રન બનાવ્યા હતા. નંબર-4 શ્રેયસ અય્યરે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી, જ્યારે કેએલ રાહુલે આ ટુર્નામેન્ટમાં તેની બીજી સદી ફટકારી હતી. કેપ્ટન રોહિત શર્મા (61 રન), શુભમન ગિલ (51 રન) અને વિરાટ કોહલી (51 રન)એ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. નેધરલેન્ડ્સના બાસ ડી લીગે 2 જ્યારે રોલોફ વેન ડેર મર્વે અને પોલ વાન મીકરેનને એક-એક વિકેટ મળી હતી.