Site icon Revoi.in

દેશનું અર્થતંત્ર વધારે મજબૂત થવાના સંકેત,રેટિંગ એજેન્સી મૂડીઝે ભારતનું રેટિંગ સુધાર્યું

Social Share

મુંબઈ :કોરોનાવાયરસને જે રીતે દેશ મ્હાત આપીને આગળ વધી રહ્યો છે, એ જ રીતે હવે ભારત સરકારના યોગ્ય પગલા દ્વારા દેશનું અર્થતંત્ર પણ વધારે મજબૂત થઈ શકે છે. વાત એવી છે કે રેટિંગ એજેન્સી મૂડીઝે ભારતનું રેટિંગ સુધાર્યું છે. ભારતનું રેટિંગ ‘નકારાત્મક’ માંથી ‘સ્થિર’ માં બદલ્યું છે. દેશની આર્થિક સંસ્થાઓ પર જોખમ અનુમાન કરતા ઓછું થયું છે, જેના કારણે રેટિંગ એજન્સી મૂડીઝે ભારતની સરકારની શાખ જાળવી રાખીને દેશના વિકાસના દૃષ્ટિકોણને ‘નકારાત્મક’ માંથી ‘સ્થિર’ કરી દીધો છે.

દેશમાં કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારના પગલા લેવામાં આવ્યા છે અને લોકડાઉન નાખવામાં આવતા મોટા ભાગના વેપાર ધંધાઓને પણ અસર પહોંચી હતી. કોરોના સંક્રમણના કારણે સરકાર દ્વારા બે વાર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને તેના કારણે દેશના અર્થતંત્રને ભારે નુક્સાનનો સામનો કરવો પડ્યો હતો.

એજન્સીએ દૃષ્ટિકોણ સુધારવા માટે અર્થતંત્ર અને નાણાકીય વ્યવસ્થામાં મંદીના જોખમમાં ઘટાડાને ટાંક્યો હતો. મૂડીઝે હજુ પણ ભારતની સાર્વભૌમ રેટિંગને ‘BAA3’ તરીકે આંકલન કર્યું છે, જે રોકાણનો સૌથી ઓછો ગ્રેડ છે.

મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ભારત સરકારની શાખ અંગેના અમારા દૃષ્ટિકોણને નકારાત્મકથી સ્થિર સુધી સુધાર્યા છે. આ સાથે દેશનું વિદેશી હુંડીયામણ અને લાંબા ગાળાના ઇશ્યુઅર રેટિંગ અને સ્થાનિક ચલણનું રેટિંગ BAA3 પર જાળવી રાખવામાં આવ્યું છે.

મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે ગયા વર્ષે ભારતની સરકારી ક્રેડિટ રેટિંગને ‘BAA2’ થી ઘટાડીને ‘BAA3’ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે નીચા વિકાસ દરને જાળવી રાખવા અને કથળતી રાજકોષીય સ્થિતિના જોખમોને ઘટાડવા નીતિઓના અમલીકરણમાં પડકારો રહેશે. મૂડીઝે વૃદ્ધિનો અંદાજ નેગેટિવ રાખ્યો હતો.