Site icon Revoi.in

ભારત બાયોટેકની સ્વદેશી વેક્સિનને ટૂંક સમયમાં મળી શકે છે ડબલ્યૂએચઓની મંજૂરીઃ વિશ્વભરમાં કોરોના સામે બનશે સુરક્ષા કવચ

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીમાં સ્વદેશઈ વેક્સિનનો મોટો ફાળો રહ્યો છે, અનેક લોકોને મોટા પાયે વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે ભારતની એકમાત્ર દેશી કોરોના વેક્સિન, કોવેક્સીન વિશે હવે એક સારા સમાચાર  સામે આવી રહ્યા છે, મળતી માહિતી પ્રમાણે ભારત બાયોટેકની કોવેક્સિનને ટૂંક સમયમાં ડબ્લ્યુએચઓની મંજૂરી મળી શકે છે.

ડબ્લ્યુએચઓનાં મુખ્ય વૈજ્ઞાનિક ડો, સૌમ્યા સ્વામિનાથે આ મામલે જણાવ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતમાં અત્યાર સુધીમાં ઉપયોગમાં લેવામાં આવતી એકમાત્ર સ્વદેશી વેક્સિન કોવેક્સિનને આગામી ચારથી છ અઠવાડિયાના સમયગાળા દરમિયાન કટોકટી ઉપયોગની સૂચિ માટે મંજૂરી આપવામાં આવે તેવી સંભાવના છે.

વિશઅવભરમાં વેક્સિનની પહોંચને લઈને યોજાયેલા એક વેબિનારમાં સૌમ્યાનાથે કહ્યું હતું કે ડબ્લ્યુએચઓની મંજૂરી માટે એક પ્રક્રિયાનું પાલન કરવામાં આવચું હોય છે મંજૂરી માટે કંપનીઓએ તેમના સલામતી ડેટા, સંપૂર્ણ ટ્રાયલ ડેટા અને નિર્માણ ગુણવત્તા ડેટા પણ સબમિટ કરવાના રહેશે. ભારત બાયોટેકે પહેલેથી જ ડેટા એકત્રિત કરવાનું શરૂ કરી દીઘુ છે અને તેના ડોઝિયરનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ અમારી સમિતિ દ્વારા સમીક્ષા કરવામાં આવનારી આગામી વેક્સિન છે. આગામી ચારથી છ અઠવાડિયામાં તેને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવશે.

તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન ડબ્લ્યુએચઓનાં ચીફ સાયન્ટિસ્ટ ડો.સૌમ્ય સ્વામિનાથે રસીના ટ્રાયલ ડેટાની પ્રશંસા કરી હતી અને તેને સારું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે કોવેક્સિનની  ટ્રાયલના પરિણામો સંતોષકારક છે. ત્યારથી, કોવેક્સિન માટે ડબ્લ્યુએચઓની મંજૂરી મેળવવાની આશા વધી ગઈ છે.