Site icon Revoi.in

ડેનમાર્કના શોપિંગ મોલમાં અંધાધૂંધ ફાયરિંગ,3ના મોત,એક શંકાસ્પદની ધરપકડ

Social Share

દિલ્હી:ડેનમાર્કમાં રવિવારે ગોળીબારની ઘટના સામે આવી છે.કોપનહેગનના મોલમાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.પોલીસે આ માહિતી આપી હતી.કોપનહેગન પોલીસ ઓપરેશન યુનિટના વડા, સોરેન થોમસને જણાવ્યું હતું કે,ગોળીબાર કરનાર શંકાસ્પદની શહેરના દક્ષિણમાં ફિલ્ડ્સ શોપિંગ મોલ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.આરોપી ડેનમાર્કનો નાગરિક છે અને તેની ઉંમર 22 વર્ષ છે.

થોમસને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ”આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.” આ ઘટના પાછળ આતંકવાદી કાવતરું હોવાની શક્યતાને નકારી શકાય નહીં. તેમણે કહ્યું, ‘હાલ એ જાણી શકાયું નથી કે આ ઘટનામાં કેટલાક વધુ લોકો સામેલ છે કે કેમ. અમે તપાસ કરી રહ્યા છીએ.’ થોમસને આ ઘટનામાં જાનહાનિ વિશે કોઈ માહિતી આપી નથી.આ મોલ કોપનહેગનની બહાર સબવે લાઇનની નજીક સ્થિત છે જે શહેરના કેન્દ્રને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે જોડે છે.

મોલની નજીક એક હાઇવે પણ છે.ઘટનાસ્થળેથી જે તસવીરો સામે આવી છે તેમાં લોકો મોલમાંથી ભાગતા જોવા મળી રહ્યા છે.ડેનમાર્કના TV2 બ્રોડકાસ્ટરે એક માણસને સ્ટ્રેચર પર લઈ જવાનો ફોટો પોસ્ટ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે લોકો અવાજ કરીને બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને કેટલાક લોકો દુકાનોની અંદર પણ છુપાઈ ગયા હતા.