Site icon Revoi.in

ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) સિંગાપોરમાં ક્લીન ઇકોનોમી ઇન્વેસ્ટર ફોરમનું આયોજન

Social Share

ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (આઇપીઇએફ) મે 2022માં શરૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં તેમાં 14 ભાગીદારો – ઓસ્ટ્રેલિયા, બ્રુનેઇ દારુસલેમ, ફિજી, ભારત, ઇન્ડોનેશિયા, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને વિયેટનામ સામેલ છે. તે આ વિસ્તારમાં વિવિધ દેશો માટે સ્થિતિસ્થાપક, સ્થાયી અને સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિને આગળ વધારવા જોડાણ કરવા માટેનું મંચ પ્રદાન કરે છે તથા તેનો ઉદ્દેશ વિસ્તારમાં સહકાર, સ્થિરતા અને સમૃદ્ધિમાં પ્રદાન કરવાનો છે. આઇપીઇએફમાં સહકારનાં ચાર આધારસ્તંભ સામેલ છેઃ વેપાર, પુરવઠા શ્રુંખલા, સ્વચ્છ અર્થતંત્ર અને વાજબી અર્થતંત્ર.

આઇપીઇએફ ક્લીન ઇકોનોમી ઇન્વેસ્ટર ફોરમ એ આઇપીઇએફ હેઠળની એક પહેલ છે. તે આ ક્ષેત્રના ટોચના રોકાણકારો, પરોપકારી સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ, નવીન કંપનીઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગસાહસિકોને એકમંચ પર લાવે છે. આ ફોરમનો ઉદ્દેશ સ્થાયી માળખાગત સુવિધા, આબોહવા ટેકનોલોજી અને અક્ષય ઊર્જાનાં વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણને પ્રોત્સાહન આપવાનો છે.

વાણિજ્ય વિભાગ એ IPEF જોડાણો માટેની નોડલ એજન્સી છે, અને IPEF ક્લીન ઇકોનોમી ઇન્વેસ્ટર ફોરમનું સંચાલન ઇન્વેસ્ટ ઇન્ડિયા (www.investindia.gov.in), ભારતની રાષ્ટ્રીય રોકાણ પ્રમોશન એજન્સી દ્વારા કરવામાં આવે છે.

સ્વચ્છ અર્થતંત્રની જગ્યામાં ભારતના નેતૃત્વની સ્થિતિ અને તેને આગળ ધપાવતા વિવિધ નવીન ઉપાયો પ્રદર્શિત કરવા ઉપરાંત ભારત સ્વચ્છ અર્થતંત્રમાં કેટલાક મોટા માળખાગત પ્રોજેક્ટ્સ અને ટોચની આબોહવા ટેકનોલોજી કંપનીઓને રોકાણની તકો માટે વૈશ્વિક રોકાણકારો સમક્ષ પ્રદર્શિત કરશે.

આ ફોરમ નીચેનાં બે ટ્રેકમાં ભારતીય ઉદ્યોગ માટે તકો ઉપલબ્ધ કરાવશે. પીડબ્લ્યુસી સિંગાપોર અને હોલોનીઆઈક્યુ આ ટ્રેક્સ માટેના જ્ઞાન ભાગીદારો છે.

ક્લાઇમેટ ટેક ટ્રેક: આ ટ્રેક હેઠળ, આઇપીઇએફ ક્લીન ઇકોનોમી ઇન્વેસ્ટર ફોરમ એક ખુલ્લો કોલ યોજી રહી છે, જેનો ઉદ્દેશ સભ્ય દેશોની ટોચની આબોહવા તકનીક કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સને માન્યતા આપવાનો અને તેમને વૈશ્વિક રોકાણકારો સમક્ષ રજૂ કરવાનો છે. ભારતમાં ક્લાઇમેટ ટેક ઉદ્યોગ સાહસિકો અને કંપનીઓ આ ટ્રેક હેઠળ અરજી કરી શકે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 26મી એપ્રિલ 2024 છે, અને અરજીઓનું મૂલ્યાંકન પ્રાદેશિક અને ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે. ટોચની 100 કંપનીઓની જાહેરાત મે 2024ની શરૂઆતમાં કરવામાં આવશે અને શોર્ટલિસ્ટેડ કંપનીઓને 5 થી 6 જૂન 2024ના રોજ સિંગાપોરમાં ઇન્વેસ્ટર ફોરમમાં પ્રદર્શન અને પિચ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે.