Site icon Revoi.in

જીદ્દાથી દિલ્હી માટે ઉડાન ભરેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં મહિલા યાત્રીથી તબિયત લથડતા જોધપુર ખાતે ઈમરજન્સિ લેન્ડિંગ , જો કે મહિલાને બચાવવામાં મળી નિષ્ફળતા

Social Share

દિલ્હીઃ- સાઉદીના જિદ્દાહથી દિલ્હી માટે ઈન્ડિગોની ફ્લાઈટે ઉડાન ભરી હતી જો કે આ ફ્લાઈટનું જોધપુર ખાતે ઈમરજન્સિ લેન્ડિંગ કરવું પડ્યું કારણ કે પ્લેનમાં સવાર મહિલાની તબિયત લથડી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે  વિતેલા દિવસને મંગળવારના રોજ જેદ્દાહથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મહિલા મુસાફરની તબિયત અચાનક બગડી હતી. જોધપુર એરપોર્ટ પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઉતાવળમાં મહિલાને જોધપુરની ગોયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

 આ લેન્ડિંગ એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે નથી થયું, પરંતુ એરક્રાફ્ટના મુસાફરોમાં એક 61 વર્ષીય મહિલાની તબિયત અચાનક બગડવાના કારણે કરવામાં આવી હતી. લગભગ 15,000 ફૂટની ઉંચાઈ પર ઉડતા પ્લેનમાં મહિલાને અચાનક હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેની તબિયત બગડી. આના પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. 

આ સાથે જ આ મહિલા યાત્રીની ઓળખ જમ્મુ-કાશ્મીરના હજારીબાગની મિત્રા બાનો તરીકે કરવામાં આવી છે. જો કે પ્લેનમાં ઘટના સમયે  તેમનો પુત્ર પણ તેમની સાથે હતો. ઘટના અંગ ઈન્ડિગોએ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર એક ડૉક્ટરે મુસાફરને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં ક્રૂને મદદ કરી હતી. કમનસીબે, મુસાફરનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું.