Site icon Revoi.in

ઈન્ડોગોની 137 યાત્રીથી ભરેલી ફ્લાઈટમાં ટેકનીકલ ખામી સર્જાય, બેંગલુરુ- વારાણસી ફ્લાઈટનું તેલંગણાના શમશાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Social Share

દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી દેશભરની અનેક ફ્લાઈટમાં ખામી સર્જાય હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે આજરોજ ફરી ઈન્ડિગોની ફ્લાઈટ કે જેમાં 137 યાત્રીઓ સવાર હતા તેમાં ટેકનિકલ ખામીની ઘટના પ્રકાશમાં આવી છએ.

પ્રાપ્ત વિત પ્રમાણે કર્ણટાકની રાજદધાની બેંગલુરુથી વારાણસી જઈ રહેલી એરલાઈન કંપની ઈન્ડિગોની ફ્લાઈટ 6E897નું આજરોજ મંગળવારે સવારે તેલંગાણાના શમશાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી હતી જેના કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

માહિતી પ્રમાણે આ વિમાનમાં 137 મુસાફરો સવાર હતા. ડીજીસીએએ કહ્યું છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે.કોઈ પણ વ્યક્તિને ખરોચ પહોંચી નથી. વધુ વિગત પ્રમાણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ પુષ્ટિ કરી છે કે ઈન્ડિગો ફ્લાઇટ 6E897 બેંગલુરુથી વારાણસી માટે ઉડાન ભરી હતી પરંતુ શમશાદાબાદ એરપોર્ટ પર ડાયવર્ટ કર્યા પછી સવારે 6:15 વાગ્યે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

આ ડાયવર્ઝન માટે ટેકનિકલ સમસ્યાનો ઉલ્લેખ કર્યો છે આ સહીત એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે DGCAએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ પહેલા વ રવિવારે એતિહાદ એરવેઝે 200 મુસાફરો સાથે બેંગલુરુથી ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.તેના આગલા દિવસે શનિવારે પણ આવી ઘટના બની હતી જેમાંદિલ્હીથી દુબઈ જઈ રહેલું કાર્ગો પ્લેન પક્ષી સાથે અથડાયું હતું. કાર્ગો પ્લેન સાથે પક્ષી અથડાયા બાદ એલર્ટ જારી કરીને તેને પરત દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.