સમગ્ર વિશ્વમાં ઈન્ડિયોનેશિયા બન્યું કોરોનાનું હોટ સ્પોટઃ માત્ર એક જ દીવસમાં નોંધાયા 54 હજારથી પણ વધુ કેસ
- ઈન્ડોનેશિયા કોરોના હોટ સ્પોટ બન્યું
- માત્ર એક દિવસમાં નોંધાયા 54 હજારથી વધુ કોરોનાના કેસ
દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો કહેર ફેલાયો હયો ત્યારે હવે કોરોનાની બીજી લહેર ઘીમી પડી છે, જો કે હાલ પણ વિશ્વના ઘણા દેશો એવા છે કે જ્યાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો જોવા મળે છે,આજ ક્રમમાં ઇન્ડોનેશિયામાં પહેલીવાર બુધવારે કોરોનાના સંક્રમણના 54 હજારથી પણ વધુ નવા કેસ નોંધાયા છે. આટલી મોટી સંખ્યામાં ઇન્ડોનેશિયામાં કોરોના વાયરસ સંક્રમણના કેસો સામે આવતા હવે તે એશિયાનું નવું હોટ-સ્પોટ બની રહ્યું છે.
વધતા જતા કેસો વચ્ચે અધિકારીઓને ડર છે કે ઝડપી સંક્રમિત વાયરસનું ‘ડેલ્ટા સ્વરુપ’ હવે જાવા અને બાલીના ટાપુઓ પર ફેલાય રહ્યો છે, જ્યાં આ મહામારીને લીધે આંશિક લોકડાઉન લગાવી દીધું છે અને ધાર્મિક સ્થળો, મોલ્સ, ઉદ્યાનો અને રેસ્ટોરન્ટ પણ બંધ કરવામાં આવ્યા છે.
યુનિવર્સિટી ઓફ ઇન્ડોનેશિયાના મહામારી નિષ્ણાત પંડુ રિયોનોએ બુધવારે જણાવ્યું હતું કેમારુ ય્નુમાન છે કે જુલાઇ મહિનામાં મહામારી ઝડપથી ફેલાશે કારણ કે આપણે હજી પણ સંક્રમણને ફેલાવતા અટકાવી શક્યા નથી.તેમણે કહ્યું હતું કે કટોકટી સામાજિક પ્રતિબંધો હજી પણ પૂરતા જોવા મળતા નથી. આ નિયમો બે ગણ કડક હોવા જોઈએ, કારણ કે આપણે ડેલ્ટા ફોર્મના પડકારનો સામનો કરી રહ્યા છીએ, જે બે ગણો સંક્રમિત છે.
ઈન્ડોનેશિયાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, બુધવારે દેશમાં કોરોના સંક્રમણના નવા 54 હજાર 517 કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે 991 લોકોનાં મોત નીપજ્યાં છે. વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 26 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે અને સંક્રમણને કારણે 69 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.આજથી એક મહિના પહેલા આ દેશમાં 8 હજાર કેસ નોંધાતા હતા ત્યારે હવે 54 હજારથી વધુ કેસ નોંધાતા ચિંતાનો વિષ્ય બન્યો છે.હવે ઈન્ડોનેશિયા સમગ્ર વિશ્વમાં કોરોના હોટ સ્પોચ બનતું જોવા મળી રહ્યું છે.