Site icon Revoi.in

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી 7ના મોત,અનેક લોકો ઈજાગ્રસ્ત -રિક્ટર સ્કેલ પર  તીવત્રા 6.2 નોંધાઈ 

Social Share

દિલ્હીઃ-છેલ્લા ઘણા સંયછી દેશમાં તથા દેશની બહાર અનેક સ્થાનો પર ભુકંપ આવવાની ઘટાનાઓ વધી રહી છે, નાના મોટા ભૂકંપના આચંકાઓ તો અવારનવાર જોવા મળતા હોય છે, ત્યારે હવે ઈન્ડોનેશિયામાં પણ ભૂકંપના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપૂમા આજે ભૂકંપના આંચકા આવ્યા છે, આ કુદરતી હોનારતમાં 7 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા  છે.

ઇન્ડોનેશિયાની એક એજન્સીએ આપેલી માહિતી પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ 6.2  નોંધાઈ છે. ભુકંપનુ કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે નોંધવામાં આવ્યું છે.આ પહેલા નિતેલા દિવસને ગુરુવારે પણ અનેક સ્થળોએ ભૂકંપના આંચકા આવ્યા હતા.

સાહિન-