Site icon Revoi.in

ઈન્ડોનેશિયાના મંત્રી મોહમ્મદ મહફૂદ એ પીએમ  મોદી સાથે કરી મુલાકાત – મંત્રી એસ જયંકરને પણ મળ્યા

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી દેશની સત્તા સંભાળી રહ્યા છે ત્યારથી વિદેશ સાથેની રણનિતી, કારોબાર તથા સંબંધોમાં સુધારો આવ્યો છે અનેક દેશો ભારત સાથે હાથમિલાવી કાર્ય કરી રહ્યા છએ ત્યારે આ દેશોમાં એક  ઈન્ડિોનેશિયાનો પણ સમાવેશ થાય છે. વિતેલા દિવસને મંગળવારના રોજ ઈન્ડોનેશિયાના મંત્રી મોહમ્મદ મહફુદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

બન્ને નેતાઓની  આ બેઠક મંગળવારે ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં યોજાઈ હતી. રાજનૈતિક, કાનૂની અને સુરક્ષા બાબતોના સંકલન મંત્રી મેહફૂદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના આમંત્રણ પર ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે.ઈન્ડોનેશિયાના મંત્રીની સાથે ઉલેમા અને અન્ય ધાર્મિક નેતાઓ સહિત 24 સભ્યોનું પ્રતિનિધિમંડળ પણ ભારત મુલાકાતે આવ્યું  છે.

આ સહીત ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે ઈન્ડોનેશિયાના પ્રતિનિધિમંડળે તેમના ભારતીય સમકક્ષો સાથે વિવિધ વિષયો પર ચર્ચાઓ પણ કરી હતી. મહફુદે દિવસ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ઈન્ડોનેશિયાનું પ્રતિનિધિમંડળ બુધવારે ઉત્તર પ્રદેશના આગ્રા જશે.મહફુદે માર્ચમાં જકાર્તામાં ડોભાલ સાથેની મુલાકાત દરમિયાન ઈન્ડોનેશિયાના ઉલેમાઓ અને અન્ય ધર્મોના નેતાઓના પ્રતિનિધિમંડળને ભારત લાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ત્યારે હવે તેઓ ત્રણ દિવસની મુલાકાતે ભારત આવ્યા છે.