Site icon Revoi.in

MP નું ઈન્દોર શહેર પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર- ખાણી-પીણીને લઈને પણ જાણીતું

Social Share

ભારત દેશના અનેક શહેરો એવા છે કે જ્યાં પ્રવાસીઓ વધુ ાકર્ષતા હોય છે આજે વાત કરીએ મધ્યપ્રદેશની તો આ રાજ્યનું શહેર ઈન્દોર પ્રવાસીઓ  માટે હવે આકર્ષમ બન્યું છે આ સાથે જ અહીની ખાણી પીણી પણ દેશભરમાં વખાણાય છે.

પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલથી 30 ઓગસ્ટ, 2022 સુધી ઈન્દોર ક્ષેત્રમાં પ્રવાસન વિભાગની હોટલોમાં 1.5 કરોડ રૂપિયાનું બુકિંગ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓની સંખ્યામાં પણ પાંચ મહિનામાં 136 ટકાનો વધારો નોંધાયો છે. પ્રવાસીઓ ઈન્દોરમાં પણ રોકાય છે અને માંડુ, મહેશ્વર, હનુમંતિયાની મુલાકાત લેવાનું પણ પસંદ કરે છે.

મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર સ્વચ્છતા અને સ્વાદ માટે દેશ-વિદેશમાં જાણીતું છે. અહીં નાઈટ લાઈફને કારણે તેને ‘મિની મુંબઈ’ પણ કહેવામાં આવે છે. શહેરના 100 કિલોમીટરની ત્રિજ્યામાં બે જ્યોતિર્લિંગ છે, જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઈન્દોર તરફ વળે છે.

આ સહીત ઈન્દોરે દેશના 100 શહેરોમાં પાંચ વખત સ્વચ્છતામાં નંબર વનનું બિરુદ મેળવ્યું છે. ઈન્દોરના આ ગુણોને કારણે રાજ્યની સાથે સાથે અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં વીકએન્ડની મજા માણવા આવે છે.

ઈન્દોરને મંગળવારે દિલ્હીમાં નેશનલ ટૂરિઝમ એવોર્ડ્સમાં ‘સિટીઝન મેનેજમેન્ટ’ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. તેથી અહીંની 56 દુકાનોને સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ હબનો દરજ્જો મળ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં ઈન્દોરના પ્રવાસનમાં 136 ટકા નો વધારો નોંધવામાં આવ્છેયો

જો વાત કરીએ વર્ષ 2019માં, મે-જૂન મહિનામાં આવેલા પ્રવાસીઓની તો તેની સરખામણીમાં આ વર્ષે મે-જૂનમાં ઈન્દોરની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં 20 ટકાનો વધારો નોંધાયો હતો.