ભોપાલઃ જી-20 સંગઠનનું હાલ ભારત પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. તેમજ વિકાસના વિવિધ વિષયો ઉપર બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં પ્રવાસનને લઈને, અમદાવાદમાં અર્બન-20ની બેઠક મળી હતી. તેમજ મધ્યપ્રદેશના ઈંદોરમાં પ્રથમ જી-20 કૃષિ પ્રતિનિધિ બેઠકના પ્રથમ દિવસે આજે વિદેશી દેશોના પ્રતિનિધિઓએ હેરિટેઝ વોક કર્યું હતું.
ઇન્દોરમાં આયોજિત પ્રથમ જી-20 કૃષિ પ્રતિનિધિ બેઠકના પ્રથમ દિવસે, વિદેશી દેશોના પ્રતિનિધિઓએ હેરિટેજ વોક કર્યું હતું. આ પ્રસંગે, તેમણે ઐતિહાસિક હોલ્કર રાજ્ય ઈન્દોરના છત્રીઓ સાથે રજવાડા પેલેસની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત આ મહાનુભાવોએ સ્થાનિક ભોજન તેમજ સાંસ્કૃતિક ઝલકનો આનંદ માણ્યો હતો. બોલિયા સરકાર સ્મારક છત્રીથી શરૂ થયેલી હેરિટેજ વોક કૃષ્ણપુરા છત્રીથી પસાર થતી રજવાડા પહોંચી હતી. હેરિટેજ વોક દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે હતા. સમિટમાં ભાગ લેવા આવેલા પ્રતિનિધિ મંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.