ઈન્દોરઃ રામનવમી નિમિત્તે બેલેશ્વલ મંદિરમાં કુંવાની ઉપર બાંધકામ તુટ્યું, અનેક લોકો કુવામાં ખાબક્યાં
ભોપાલઃ રામનવમી ઉપર ઈન્કોરમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. શહેરના પટેલ નગર સ્થિત બેલેશ્વર મંદિરમાં બાવડી એટલે કે કુવાની છત ધરાશાયી થતા અનેક શ્રદ્ધાલુઓ કુવામાં ખાબક્યાં હતા. આ કુવાની ઉંડાઈ લગભગ 50 ફુટ હોવાનું જાણવા મળે છે. એક ડઝનથી વધારે લોકો અંદર પડ્યાની આશંકા છે. વહીવટી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. દોરડાની મદદથી 10 લોકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યાં હતા. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે, જ્યારે 19 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
રામનવમીના પાવનપર્વ ઉપર મોટી સંખ્યામાં ભક્તો બેલેશ્વર મંદિરમાં દર્શન કરવામાં આવ્યાં હતા. આ દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને નજરો નજર જોનાર શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે, ધાર્મિક કાર્યક્રમને પગલે કુવાની છત ઉપર અનેક શ્રદ્ધાળુઓ એકત્ર થયાં હતા અને વજન નહીં સહન નહીં કરી શકતા આ દૂર્ઘટના સર્જાઈ હતી. રાહતની વાત એ છે કે, હજુ સુધી કોઈ જાનહાનીની ઘટના સામે આવી નથી.
આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે પણ બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડના જવાનો કુવામાં ઉતર્યાં હતા. તેમજ દોરડાની મદદથી બહાર કાઢવામાં આવ્યાં હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ અધિકારીઓને તમામને સહીસલામત બહાર કાઢવા નિર્દેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભગવાનની ક્રુપાથી હાલ આ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ છત પડવાથી થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તે જ સમયે, સીએમ શિવરાજે મૃતકોના પરિવારજનો માટે 5 લાખ રૂપિયાની વળતરની રકમ તેમજ ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.