IndRa
(મિતેષ સોલંકી)
- IndRa એટલે India Ratings and Research.
- તાજેતરમાં IndRaએ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં માટેના કુલ ખર્ચનો અંદાજ જાહેર કર્યો જે લગભગ 67,193 રૂ. થાય છે.
- ઉપરોક્ત રકમ ભારતના કુલ GDPના 0.36% થાય છે.
- રસીકરણના ત્રીજા તબકકામાં ભારત સરકારે જાહેર કર્યું કે 18 વર્ષથી ઉપરના તમામ લોકો COVID-19 સામે રસી મૂકવા માટે લાયક ગણાશે.
- ત્રીજા તબક્કામાં સમાવિષ્ટ લોકોને ગણતરીમાં લેતા ભારતની 84.19 કરોડ જનસંખ્યાને રસી આપવામાં આવશે.
- ઉપરોક્ત જનસંખ્યાને રસી આપવા માટે કેન્દ્ર સરકાર કુલ ખર્ચમાંથી 20,870 કરોડ રૂ. આપશે જ્યારે બાકીની રકમ જુદા જુદા રાજ્યોની સરકારોએ ભોગવવાની રહેશે.
- રસી ખરીદવાના કુલ ખર્ચને પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેચવામાં આવશે. કેન્દ્ર સરકાર GDPના 0.12% અને રાજ્ય સરકારો રાજ્યની GDPને 0.24% રકમ ભોગવશે.