Site icon Revoi.in

અમદાવાદમાં ઓક્સિજનની માગ વધતા ઔધોગિક સિલિન્ડરોને મેડિકલ યુઝ માટે ડાયવર્ટ કરાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સમક્રમણ વધતું જાય છે. મોટાભાગની સરકારી અને ખાનગી હોસ્પિટલો કોવિડના દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે શહેરમાં મેડિકલ ઓક્સિજન તંગી સર્જાઇ છે. ઓક્સિજનની તંગીને પહોંચી વળવા માટે સરકારે ઔદ્યોગિક ઓક્સિજનના સિલિન્ડરોને મેડિકલ યુઝ માટે ડાયવર્ટ કરાયા છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી સાથે સંયુક્ત પ્રયાસ હાથ ધરી દરેક પ્રાઇવેટ હોસ્પિટલને પુરતા પ્રમાણમાં મેડિકલ ઓક્સિઝનનો પુરવઠો મળી રહે તે માટે સઘન પ્રયાસો  કરવામાં આવી રહ્યા  છે. મેડિકલ ઓક્સિજનના પુરવઠાની અછત ન સર્જાય તે માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી ઔધોગિક હેતુ માટે વપરાતા ઓક્સિેજનને પણ હાલ પુરતા કામ ચલાઉ ધોરણે પ્રતિબંધિત કરી તેને મેડિકલ ઓક્સિજનમાં વાપરી શકાય તે પ્રમાણોની વ્યવસ્થા કરેલી છે.

આ પ્રયાસના ભાગરૂપે1500  જેટલા ઔધિગિક સિલીન્ડરોને શહેરની હાલની જરૂરિયાતને ધ્યાને લઇ મેડિકલ યુઝ માટે ડાઇવર્ટ કરવામાં આવેલ છે. આ રીતે પ્રાઇવેટ હૉસ્પિટલને ઓક્સિેજન પુરો પાડતા વેન્ડર્સને આશરે 1000 જેટલા ઓક્સિેજનના સિલીન્ડરો મળી રહે તે માટે પ્રયાસ હાથ ધરેલ છે. જેના કારણે વધારે ઓક્સિજનની ડિમાન્ડવાળા આશરે 800 જેટલા પેશન્ટને ઓક્સિજન પુરો પાડી શકાય છે. આ ઉપરાંત જરૂરિયાતવાળી જે તે પ્રાઇવેટ હોસ્પિટલ સાથે સંકલન કરી બીજા 550 જેટલા સિલિન્ડર પુરા પાડવાની કામગીરી પણ હાલ પ્રગતિમાં છે. જેનાથી બીજા 400 જેટલા વધારે ઓક્સિજનની ડિમાન્ડવાળા પેશન્ટનો સમાવેશ કરી શકાશે.

મેડિકલ ઓક્સિજન સિલિન્ડરના સપ્લાયર્સ અને રિફિલર્સ સાથે પ્રાઇવેટ હૉસ્પિટલનું સંકલન અસરકાર રીતે કરવા માટે એએમસી અને જીપીસીબીના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન બિલ્ડીગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરેલ છે. આ ઉપરાંત જરૂરિયાતવાળી હોસ્પિટલવે દૈનિક 50 જેટલા ઓક્સિજન સિલિન્ડર રીફીલ કરી આપવા માટે હાલમાં એએમસી દ્વારા ભાડાના વાહનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવેલ છે.