Site icon Revoi.in

અમેરિકા: નેશનલ ગાર્ડના 100-200 જવાન કોરોના સંક્રમિત, રાષ્ટ્રપતિ બાઇડેનના શપથવિધિ કાર્યક્રમમાં હતા તૈનાત

Social Share

દિલ્લી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના શપથ ગ્રહણ દરમિયાન રાજધાનીમાં તૈનાત 100 થી 200 નેશનલ ગાર્ડના જવાન કોરોના વાયરસથી સંક્રમિત જાણવા મળ્યા છે. રિપોર્ટ મુજબ, કોરોના સંક્રમિત જવાનનો આ આંકડો હજી વધારે હોઈ શકે છે. શપથ ગ્રહણ કાર્યક્રમના પગલે વોશિંગ્ટન ડીસીમાં 25,000 જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

અમેરિકન સરકારના શપથ ગ્રહણ પૂર્વે રાજધાનીમાં અભૂતપૂર્વ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા. હકીકતમાં, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા 6 જાન્યુઆરીએ કેપિટોલ બિલ્ડીંગ પર કરવામાં આવેલ હુમલાને ધ્યાનમાં રાખીને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.

બીજી તરફ રાષ્ટ્રપતિ બાઇડેનએ કોરોના વાયરસ પર લગામ લગાવવા માટે અમેરિકન લોકોને અપીલ કરી છે કે, તેઓ આગામી 100 દિવસ સુધી માસ્ક પહેરે.. આની પાછળનું કારણ સમજાવતાં બાઇડેનએ કહ્યું કે નિષ્ણાતો માને છે કે, હવેથી એપ્રિલ સુધી આપણે માસ્ક પહેરીને 50 હજારથી વધુ લોકોનો જીવ બચાવી શકીએ છીએ. તેથી હું દરેક અમેરિકનને કહું છું કે આગામી 100 દિવસ સુધી માસ્ક જરૂર પહેરો.

અમેરિકામાં આ મહામારીને કારણે અત્યાર સુધીમાં 398,000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને તેનો આંક સતત વધી રહ્યો છે. દેશના 5૦ રાજ્યોની વસ્તીના બે તૃતીયાંશ લોકો અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે. સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ અને પ્રિવેન્શન મુજબ,કોવિડ -19 નો નવો પ્રકાર 50 ટકાથી વધુ જોખમી છે.

-દેવાંશી