Site icon Revoi.in

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 6 પ્રોફેસર કોરોનાથી સંક્રમિત

Social Share

ગીરસોમનાથ: કોરોનાવાયરસના કેસ હવે રાજ્યના દરેક ખૂણામાં વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વાત એવી છે કે,હવે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 6 પ્રોફેસર કોરોના પોઝિટિવ થયા છે.જાણકારી અનુસાર આ પ્રોફેસર અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ એજ્યુકેશન સમિટમાં આવ્યા હતા અને તે દરમિયાન સંક્રમિત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

હાલ આ પ્રોફેસર સંક્રમિત થતા ગીર-સોમનાથમાં કોરોના પ્રવેશ્યો છે અને લોકોમાં ચિંતા પ્રસરી છે. વધતા કોરોના કેસો વચ્ચે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ કોરોનાનું હોટ સ્પોટ બન્યું છે. હાલ હવે જોવાનું એ રહે છે કે લોકો દ્વારા કેવી રીતે તકેદારી રાખવામાં આવે છે. કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા તો યોગ્ય પગલા લેવામાં આવ્યા છે અને કેટલાક પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.

આ બાબતે જાણકારો કહે છે કે જ્યાં સુધી સામાન્ય જનતામાં કોરોનાને લઈને સંપૂર્ણ જાગૃતિ નહીં આવે ત્યાં સુધી કોરોનાને નાબૂદ કરવો અશક્ય બરાબર કહી શકાય છે.