Site icon Revoi.in

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા કોરોનાથી સંક્રમિત,ઉપરાષ્ટ્રપતિને સોંપી જવાબદારી  

Social Share

દિલ્હી:કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. ઓછામાં ઓછા 59 દેશોમાં આ પ્રકારના કેસ નોંધાયા છે. દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા રવિવારે કોરોના સંક્રમિત જણાયા હતા. તેમને કોરોનાના હળવા લક્ષણો હતા, જેની સારવાર કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં આ માહિતી આપી.

ગયા મહિને સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિયન્ટની જાણ થઇ હતી.અને ધીમે ધીમે તેણે વિશ્વના ઘણા દેશોને પોતાના નિયંત્રણમાં લઈ લીધા હતા. એવી આશંકા છે કે,આ વેરિયન્ટ અન્ય વેરયઅન્ટની સરખામણીમાં ઝડપથી ફેલાય છે.

રામાફોસા કેપટાઉનમાં સેલ્ફ આઈસો લેશન રહેશે અને તેમની તમામ જવાબદારીઓ ઉપરાષ્ટ્રપતિ ડેવિડ માબુઝાને સોંપવામાં આવી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,પશ્ચિમ આફ્રિકાના ચાર રાજ્યોની તાજેતરની મુલાકાત પર, રાષ્ટ્રપતિ અને સમગ્ર દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિમંડળનું COVID-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 8 ડિસેમ્બરે જોહાનસબર્ગ પરત ફર્યા ત્યારે તેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.