જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં એક ઘુસણખોર ઠાર મરાયો, આઈઈડી સહીત માદક પ્રદાર્થનો જથ્થો ઝપ્ત
- જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોર ઠારક
- પૂંછ વિસ્તારમાં ઘુસણખોરી કરતા સેનાએ ઠાર માર્યો
- મોટી માત્રામાં માદક પ્રદાર્થનો જથ્થો મળ્યો
શ્રીનગર- જમ્મુ કાશ્મીર કે જ્યાં સત આતંકીઓની નજર એટકેલી હોય છે સતત અહીની શાંતિ ભંગ કરવાના પ્રય.ત્નમાં પાડોશી દેશ લાગેલો હોય છે આ સહીત ડ્રોન મારફત અથવા વ્યક્તિગત રીતે અહી ઘુસણખોરી કરવાના અને નશીલા પ્રદાર્થ કે હથિયારોની સપ્લાય કરવાના પ્રયત્નો કરવામાં આનતા હોય છે ત્યારે સેનાના જવાનોએ આવાજ એક વ્યક્તિને ઘુસણખોરી કરતા વખતે ઠાર માર્યો છે.
કાશ્મીરના પુંછના મેંધર સેક્ટરમાં સરહદ પાર કરતી વખતે સેના દ્વારા એક ઘૂસણખોરને માર્યો ગયો. માર્યા ગયેલા ઘૂસણખોર પાસેથી ઈઆઈ અને માદક દ્રવ્યો મળી આવ્યા છે. કાશ્મીરમાં જી 20 બેઠકને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.અનેક જગ્યાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સીમા પાસે સેનાના જવાનો ખાસ નજર રાખી રહ્યા છે.
આડરોજ શનિવારના રોજ આ ઘટના બની હતી.શનિવારે સવારે પુંછના મેંધર એલઓસી પર જવાનોને સીમા પાસે થોડી શંકા ગઈ હતી કે અહીથી કોઈ આવી રહ્યું છે. આ પછી તેણે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન જવાનોને તેમના વિસ્તારમાં કેટલાક ઘુસણખોરો આવવાનો અવાજ મળ્યો.
ત્યાર બાદ તરત જ સેનાએ જવાબી કાર્યવાહી દરમિયાન એક ઘુસણખોર માર્યો ગયો. તેની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. અંદાજો લગાવવામાં આવી રહ્યું છે કે તે ડ્રગ્સની હેરાફેરી સાથે જોડાયેલો હોઈ શકે છે. તેની ઓળખ કરવામાં આવી રહી છે અને અન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.આથી વિશેષ હજી કોઈ માહીતી શેર કરવામાં આવી નથી.