- ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા
- ફરી મોંધવારીનો માર જનતા પર
દિલ્હીઃ- દેશભરમાં મોંધવારી વધતી જતી જોવા મળી રહી છે,પેટ્રોલ -ડિઝલના ભાવ હોય કે પછી ખાદ્યા પ્રદાર્થના ભાવ હોય સતત વધતા જઈ રહ્યા છે ત્યારે હવે ઘરવપરાશ માટેના ગેસ સિલિન્ડરના ભઆવમાં ફરી એક વખત વધારો નોંધાયો છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને મોટો ફટકો પડ્યો છે , સરકારી ઓઈલ કંપનીઓએ એલપીજીના ભાવમાં વધારો કર્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા થઈ ગઈ છે.
આ પહેલીવાર છે જ્યારે ઘરેલું સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. જ્યાં 1લી તારીખે કોમર્શિયલ સિલિન્ડર પર 198 રૂપિયા ઘટાડવામાં આવ્યા હતા, આજે ફરીથી લગભગ 9 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે.
આ સાથે આજથી એટલે કે 6 જૂલાઈના રોજથી આ નવા દરો ગ્રાહક પાસેથી વસુલવામાં આવશે,ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણી વખત ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝિંકવામાંં આવ્યો છે જે બોટલ એક વખતે 400ની કિમંતમાં મળતો હતો હવે તેની કિમંત વધીને 1હજારને પણ પાર પહોંચી ગઈ છે.