Site icon Revoi.in

મોંધવારીનો માર:સિમેન્ટના ભાવમાં થયો વધારો,30 થી 50 રૂપિયા મોંઘી થઈ સિમેન્ટની થેલી

Social Share

દિલ્હી:દિનપ્રતિદિન વધતી મોંધવારીથી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.પેટ્રોલ-ડીઝલથી લઈને જીવન જરૂરિયાતવાળી ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યાં હવે આમ જનતાને મોંધવારીનો વધુ એક ફટકો લાગવા જઈ રહ્યો છે.હવે મકાન બનાવવા માટે વપરાતી સિમેન્ટમાં ભાવ વધારો થયો છે. સિમેન્ટની થેલી 30થી 50 રૂપિયા મોંઘી થઈ છે.ખર્ચમાં વધારાને કારણે કંપનીઓએ સિમેન્ટના ભાવમાં 12 ટકાનો વધારો કર્યો છે.

સિમેન્ટની મોંઘવારી પછી ઘર ખરીદવું કે રિપેર કરવું વધુ મોંઘું થશે.માત્ર ઘર શા માટે, રસ્તા, પુલ, શાળા સહિતના તમામ પ્રોજેક્ટનો બાંધકામ ખર્ચ પણ વધશે એટલે કે આગામી દિવસોમાં જો કોઈ સરકારી પ્રોજેક્ટની ગતિ ધીમી થતી જોવા મળે અથવા ગામને અડીને આવેલા કોઈપણ સરકારી પ્રોજેક્ટમાં રોજીરોટી મજૂરોની માંગ ઘટે તો તમને નવાઈ નહીં લાગે. સિમેન્ટના વધતા ભાવની અસર સામાન્ય માણસથી લઈને સરકારના બજેટ સુધી દરેક જગ્યાએ જોવા મળી રહી છે.

કોઈ બિલ્ડીંગના બાંધકામમાં સ્ટીલ પછી સિમેન્ટની કિંમત સૌથી વધુ છે. બાંધકામ ખર્ચમાં સ્ટીલનો ફાળો લગભગ 25 ટકા છે, જ્યારે સિમેન્ટનો ફાળો લગભગ 16-17 ટકા છે.

કંપનીઓ કિંમતમાં વધારો કરી રહી છે.આયાતી કોલસાના ભાવ આસમાને છે.જેના કારણે સિમેન્ટ ઉત્પાદન પાછળનો ખર્ચ વધી ગયો છે. તેના ઉપર પેટ્રોલ અને ડીઝલના મોંઘવારીથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધી ગયો છે.સિમેન્ટ કંપનીઓનું માનવું છે કે,તેમના ઉત્પાદન ખર્ચમાં પ્રતિ બેગ 60-70 રૂપિયાનો વધારો થયો છે.જ્યારે ભા