મોંઘવારીનો માર: મુંબઈમાં CNG અને PNGના ભાવ વધ્યા,આ છે નવા ભાવ
મુંબઈ:દેશની આર્થિક રાજધાની મુંબઈની જનતા મોંઘવારીથી ત્રસ્ત થઈ ગઈ છે.મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ના છૂટક ભાવમાં વધારો કર્યો છે.CNG 6 રૂપિયા પ્રતિ કિલો અને PNG 4 રૂપિયા પ્રતિ યુનિટ મોંઘો થયો છે.વધેલી કિંમતો બાદ હવે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં CNGની કિંમત 86 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.તે જ સમયે, PNG પ્રતિ SCM 52.50 રૂપિયા થઈ ગયો છે.વધેલા ભાવથી મુંબઈના લોકોના ખિસ્સા પર વધારાનો બોજ પડશે.
તાજેતરમાં કુદરતી ગેસના ભાવમાં 40 ટકાનો વધારો થયો હતો.જેના કારણે સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે.MGL એ નેચરલ ગેસના ભાવમાં થયેલા જંગી વધારાને કારણે છૂટક ભાવમાં વધારાને જવાબદાર ગણાવ્યું છે.
સરકાર વર્ષમાં બે વાર (1 એપ્રિલ અને 1 ઓક્ટોબર) કુદરતી ગેસના ભાવમાં બદલાવ કરે છે.1 એપ્રિલે બહાર પાડવામાં આવેલ કિંમતો 30 સપ્ટેમ્બર સુધી લાગુ છે.પછી 1 ઓક્ટોબરથી ફેરફારો 31 માર્ચ સુધી શરૂ રહેશે.ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) ને પ્રાકૃતિક ગેસના ભાવમાં વધારાને કારણે દિલ્હીમાં પણ CNG અને PNGના ભાવમાં વધારો કરવો પડી શકે છે.