- પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર
- ગેસ સિલિન્ડર 3000 રૂપિયાને પાર
- પરિવહનને કારણે ફૂડ કોસ્ટમાં વધારો
દિલ્હી: પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને દિવસે દિવસે કંગાળ તરફ જઇ રહ્યું છે. જેથી પાકિસ્તનામાં રોજીંદી ચીજવસ્તુઓ થી લઇને તમામ જરૃરીયાતોની વસ્તુઓની કિંમતો સતત વધી રહી છે. હાલમાં પાકિસ્તાનમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 3000 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. હકીકતમાં, પાકિસ્તાને બેલઆઉટ પેકેજ હેઠળ IMFની શરતોને પહોંચી વળવા માટે સપ્ટેમ્બર મહિનામાં ઇંધણની કિંમતોમાં વધારો કર્યો હતો.
દેશની ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (OGRA) એ એલપીજીના ભાવમાં 20.86 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો છે, ત્યારબાદ તેની કિંમત 260.98 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.આ સિવાય ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં પણ પાકિસ્તાની રૂપિયા 246.16નો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ પાકિસ્તાનમાં ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 3,079.64 રૂપિયા થઈ ગઈ છે.
પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં ગ્રાહક ભાવમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં 31.44 ટકાનો વધારો થયો છે. બ્લૂમબર્ગ સર્વેમાં 30.95 ટકા વૃદ્ધિ અને ઓગસ્ટમાં 27.4 ટકા વૃદ્ધિના સરેરાશ અંદાજ કરતાં આ આંકડો ઘણો વધારે છે. નિષ્ણાતોના મતે, ફુગાવાના આ આંકડા પછી, પાકિસ્તાનના નીતિ નિર્માતાઓ 30 ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં નીતિ દરોમાં વધારો કરી શકે છે.
સત્તાવાર ડેટા દર્શાવે છે કે એક વર્ષ અગાઉની સરખામણીમાં સપ્ટેમ્બરમાં પરિવહન ખર્ચમાં 31.26 ટકાનો વધારો થયો છે. ફૂડ કોસ્ટમાં 33.11 ટકાનો વધારો થયો છે. આવાસ, પાણી અને વીજળીના ભાવમાં 29.70 ટકાનો વધારો થયો છે.