Site icon Revoi.in

મોંઘવારીનો માર :ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો,જાણો કેટલા છે ભાવ

Social Share

દિલ્હી:તેલ કંપનીઓ દ્વારા આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.પેટ્રોલની કિંમતમાં 76થી 85 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં પણ 67થી 75 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 80 પૈસા અને ડીઝલની કિંમતમાં પણ 80 પૈસાનો વધારો થયો છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 84 પૈસા અને ડીઝલની કિંમતમાં 85 પૈસાનો વધારો થયો છે.કોલકાતામાં પેટ્રોલની કિંમતમાં 84 પૈસા અને ડીઝલની કિંમતમાં 80 પૈસાનો વધારો થયો છે. એ જ રીતે ચેન્નાઈમાં પેટ્રોલની કિંમતમાં 75 પૈસા અને ડીઝલની કિંમતમાં 76 પૈસાનો વધારો થયો છે.ગયા વર્ષે 4 નવેમ્બરથી આ બંને ઈંધણની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

સરકારના રાજકીય વિરોધીઓએ આરોપ લગાવ્યો હતો કે,મોદી સરકારે પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે તેલ કંપનીઓને ભાવ વધારવાથી રોકી હતી.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા બાદ ઓઈલ કંપનીઓએ રવિવારે ડીઝલના મોટા ખરીદદારો માટે 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. ઓઈલ ડીલર્સનું કહેવું છે કે છૂટક કિંમતમાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે.નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થઇ જાય છે.પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.