- ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા
- જનતા પર મોંધવારીનો બમણો માર
દિલ્હીઃ- દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવની સાથે સાથે સામાન્ય જનતાને આજે મોંઘવારીનો માર વધતો જ જઈ રહ્યો છે,શાકભાજીના ભઆવ હોય કે પછી તેલના ભાવ દિવસેને દિવસે ભઆવ વધારો થતા સામાન્ય નજતા પરેશાન છથી રહી છે ત્યારે આવી સ્થિતિમાં જનતા પર વધુ એક મોંધાવારીનો બોજો આવી પડ્યો છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે હવે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો ઝિંકવામાં આવ્યો છે. સ્થાનિક એલપીજીની વધેલી કિંમતો આજથી દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે. હવે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા થઈ ગઈ છે.
આ પહેલા 22 માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી.
પેટ્રોલિયમ ઉદ્યોગના પ્રારંભિક ડેટા પ્રમાણે, એપ્રિલમાં એલપીજીનો વપરાશ માસિક ધોરણે 9.1 ટકા ઘટીને 2.2 મિલિયન ટન થયો છે, જે એપ્રિલ 2021ની સરખામણીમાં 5.1 ટકાનો વધારે જોવા મળે છે. માર્ચ પહેલા, ગયા વર્ષે 6 ઓક્ટોબરે ઘરેલુ એલપીજીની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરકારી તેલ કંપનીઓએ પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો હતો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 102.50 રૂપિયા મોંઘું થયું છે. ત્યારે હવે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે.