Site icon Revoi.in

જનતાને મોંધવારીનો માર, આજે ફરી લાગી પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ

Social Share

દિલ્હી:એક દિવસ સ્થિર રહ્યા બાદ, આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. ઈન્ડિયન ઓયલની સત્તાવાર વેબસાઇટ અનુસાર, ચાર મોટા મહાનગરોમાં શનિવારે પેટ્રોલના ભાવમાં 30-39 પૈસા અને ડીઝલના ભાવમાં 24-૩2 પૈસાનો વધારો થયો છે.

આ અગાઉ બુધવાર અને ગુરુવારે સતત બે દિવસ વધ્યા પછી શુક્રવારે ભાવ સ્થિર રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં વધારા અને સ્થાનિક સ્તરે ભારે વેરાને કારણે રિટેલ ઇંધણના ભાવ નવા વિક્રમની ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. આવા શહેરોની સંખ્યા સતત વધી રહી છે, જ્યાં પેટ્રોલ લિટર દીઠ 100 રૂપિયાથી વધુ વેચાઇ રહ્યું છે.

આજના વધારા પછી પાટનગર દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 100.91 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 89.88 રૂપિયા પર પહોંચી ગયો છે. જેમાં અનુક્રમે 35 પૈસા અને 26 પૈસાનો વધારો થયો છે. આજ રીતે મુંબઈમાં આજે પેટ્રોલ 34 પૈસા અને 106.93 રૂપિયા ડીઝલ મોંઘુ થઈ ગયું છે, જ્યારે ડીઝલ 28 પૈસાના વધારા સાથે 97.46 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.

જુલાઇ મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 6 દિવસનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા જૂન મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 16 દિવસનો વધારો કરવામાં આવ્યો હતો. મે 2021 માં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 16 દિવસનો વધારો કરવામાં આવ્યો હતો. રિટેલ ઇંધણના ભાવમાં આ વધારો 4 મે 2021 થી શરૂ થયો છે. આ પહેલા 5 રાજ્યોની ચૂંટણી વચ્ચે સતત 18 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલ 10.51 રૂપિયા અને ડીઝલ પ્રતિ લીટર રૂ 9.15 વધ્યું છે.