Site icon Revoi.in

મોંધવારીનો માર:પેટ્રોલ-ડીઝલના ભાવ આજે ફરી વધ્યા,મુંબઈમાં ડીઝલ 100 ને પાર

Social Share

દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિનપ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. અસહ્ય ભાવ વધારાના પગલે મધ્યમ વર્ગના લોકોનું મહિનાનું બજેટ ખોરવાઈ ગયું છે.

સરકારી ઓઇલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ચોથા દિવસે વધારો થયો છે. આજે ડીઝલના ભાવમાં 33 થી 37 પૈસાનો વધારો થયો છે જ્યારે પેટ્રોલનો ભાવ 26 થી 30 પૈસા વધ્યો છે. મુંબઈમાં પ્રથમ વખત ડીઝલની કિંમત 100 ને પાર પહોંચી છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.84 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 92.35 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.83 રૂપિયા અને ડીઝલની કિંમત 100.29 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.23 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 95.58 રૂપિયા પ્રતિ લીટર છે. તો, ચેન્નઈમાં પેટ્રોલ 101.27 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.93 રૂપિયા પ્રતિ લીટર છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

આ પેરામીટરના આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓ રોજ કરે છે. ડીલરો પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તેઓ ટેક્સ અને પોતાના માર્જિન ઉમેર્યા બાદ ગ્રાહકોને છૂટક કિંમતે પેટ્રોલ વેચે છે.આ કિંમત પેટ્રોલના દર અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.