Site icon Revoi.in

જનતા પર મોંધવારીનો માર – આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો 

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી જદેશભરમાં પેટ્રોલના ભઆવ 100ને પાર પહોંચતા જોવા મળી રહ્યા છે, સતત કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડિઝલ બન્નેના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે, આવી સ્થિતિમાં આજે ફરી એક વખત જનતા પર મોંધવારીનો માર પડ્યો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે તેલ કંપનીઓ દ્વારા આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં 80થી 84 પૈસાનો વધારો થયો છે, તો ડીઝલની કિંમતમાં પણ 76થી 80 પૈસાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 80 પૈસા અને ડીઝલની કિંમતમાં પણ 80 પૈસાનો વધારો થયો છે.

આ સાથે જ જો મુંબીની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 84 પૈસા અને ડીઝલની કિંમતમાં 84 પૈસાનો વધારો થયો છે. કોલકાતામાં પેટ્રોલની કિંમતમાં 83 પૈસા અને ડીઝલની કિંમતમાં 80 પૈસાનો વધારો થયો છે. એ જ રીતે ચેન્નાઈમાં પેટ્રોલના ભાવમાં 76 પૈસા અને ડીઝલના ભાવમાં 76 પૈસાનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ દોવા મળી રહ્યા  છે.

વધેલા ભાવ સાથે આ શહેરામાં કંઈક આ રીતે છે પેટ્રોલ ડિઝલના ભાવ

ડિઝલના ભાવ     પેટ્રોલના ભાન

દિલ્હી –      93.07                  101.81

 મુંબઈ-       100.94                116.72 

 કોલકાતા –  96.22                  111.35 

 ચેન્નાઈ –          97.52                  107.45