Site icon Revoi.in

મોંધવારીનો મારઃ પેટ્રોલ-ડીઝલ બાદ સિંગતેલ અને કપાસિયા તેલમાં પણ અસામાન્ય વધારો

Social Share

અમદાવાદઃ પટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચતા તેના લીધે અન્ય ચીજ-વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. જેમાં. સિંગતેલના ભાવમાં 25 અને કપાસિયા તેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. ભાવવધારાને કારણે સિંગતેલના ડબ્બાએ 2400 રૂપિયાની સપાટી કુદાવી છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2300ને પાર થયો છે. પહેલીવાર કપાસિયા તેલનો ભાવ 200ને પાર પહોંચ્યો છે. મુખ્ય તેલની સાથે– સાથે પામોલીન તેલમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

સૂત્રોના જમાવ્યા મુજબ ખાદ્યતેલના ભાવમાં અસામાન્ય વધારો થતા ગૃહિણીઓમાં અસંતોષ ઊભો થયો છે. ખાદ્યતેલના ભાવ વધારાનું મુખ્ય કારણ ડિમાન્ડ મુજબ કાચો માલ મળતો નથી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે કપાસિયા તેલમાં 15દિવસમાં બીજી વખત ભાવવધારો આવ્યો છે અને હજુ પણ સિંગતેલ અને ખાધતેલના ભાવમાં વધારો થઈ શકે છે. સામાન્ય દિવસોમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે. ત્યારે હવે તહેવારમાં તેમાં ભાવવધારો થતા લોકોને પડા પર પાટુ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

મુંબઈ હાજર બજારમાં ગઈકાલે સિંગતેલના ભાવ વધી 10 કિલોદીઠ .1410  રહ્યા હતા યારે કપાસીયા તેલના ભાવ વધી રૂ 1370. રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.1430 તથા રિફાઈન્ડના રૂ.1460  રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ગઈકાલે દિવેલના ભાવ 10 કિલોના .આઠ વધી જાતવાર ભાવ રૂ. 1097થી 1117 બોલાતા થયા હતા મુંબઈ હાજર એરંડાના ભાવ આજે કિવ.ના રૂ. 50 વધી રૂ 5900  રહ્યા હતા. વાયદા બજારની વાત કરીએ તો એરંડાના જુલાઈ વાયદો ગઈકાલે રૂ. 5304 તથા ઓગસ્ટ વાયદાના .5356 બોલાઈ રહ્યો હતો. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ વાયદાના ભાવ જુલાઈના રૂ.1040 રહ્યા હતા સામે સોયાતેલ વાયદાના ભાવ જુલાઈના રૂ.1313.40  તથા ઓગસ્ટના રૂ. 1300.90  બોલાયા હતા.