- પાકિસ્તાનમાં મોંધવારીએ માજા મૂકી
- પેટ્રોલ 150ને પાર પહોંચતા જનતા ત્રાહિત્રામ
દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન હંમેશા મોંધવારી બાબતે વિશ્વભરમાં ચર્ચામાં રહે છે, અહીના પીએમ ઈમરાન ખાનની આ મામલે અવારનવાર સતત ટિકા પણ થઈ રહી છે,પાકિસ્તાનના ઈતિહાસમાં પ્રથમ વખત આર્થિક સંકટ વચ્ચે વચ્ચેપેટ્રોલની કિંમત 150 રૂપિયા પ્રતિ લીટરને પાર થવાની ધારણા સેવાઈ રહી છે.
આ મામલે સૂપાકિસ્તાની મીડિયા એ જણાવ્યું કે 1લી ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 6 રૂપિયા અને 5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો ઝિંકાયો છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે જો સરકાર આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની વધતી કિંમતોનો બોજ ગ્રાહકોને આપવાનું નક્કી કરે છે, તો 16 ફેબ્રુઆરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 13 રૂપિયા અને 18 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ શકે છે.
‘ધ ન્યૂઝ ઈન્ટરનેશનલ’ પ્રમાણે “જો ઈન્ટરનેશનલ માર્કેટમાં કિંમતોમાં વધારો થશે તો સરકારે તેનો બોજ લોકો પર નાખવો પડશે.”તારિને ફેબ્રુઆરીના પ્રથમ 15 દિવસ સુધી પેટ્રોલિયમની કિંમતો યથાવત રાખવાના સરકારના નિર્ણયને સમર્થન આપતા અચકાતા કહ્યું કે આ નિર્ણય લોકપ્રિય હોવા છતાં તે ટકી રહેવાનો નથી.
‘ધ ન્યૂઝ ઈન્ટરનેશનલ’ની માહિતી પ્રમાણે, પાકિસ્તાનમાં હાલમાં પેટ્રોલ 147.83 રૂપિયા પ્રતિ લીટર, હાઈ-સ્પીડ ડીઝલ 144.62 રૂપિયા અને લાઈટ ડીઝલ ઓઈલ 114.54 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આ પહેલા પાકિસ્તાનના નાણામંત્રી શૌકત તારિને પેટ્રોલિયમના ભાવમાં ઉછાળો દર્શાવતા કહ્યું હતું કે પાકિસ્તાનમાં ઈમરાન ખાનની આગેવાનીવાળી સરકાર ઈંધણના દરો કૃત્રિમ રીતે નીચા રાખી શકે નહીં.
આગામી નાણાકીય વર્ષ માટેના બજેટ પર પ્રકાશ પાડતા મંત્રીએ કહ્યું કે તે સરકાર માટે એક પડકાર છે. તેમનું માનવું હતું કે આગામી સામાન્ય ચૂંટણીઓને કારણે આગામી બજેટ રજૂ કરતી વખતે સરકાર પર દબાણ રહેશે.15 જાન્યુઆરીએ પાકિસ્તાનની ઈમરાન સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમની વધતી કિંમતોને કારણે પેટ્રોલની કિંમતમાં 3.01 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે આગામી સમયમાં પેટ્રોલની કિમંતો જો 150ને પાર જાય તો નવાઈની વાત નહી હોય