Site icon Revoi.in

રાજકોટમાં મોંઘવારીની અસર, ટામેટાનો ભાવ 60થી 70 રૂપિયા કિલો

Social Share

રાજકોટ: પેટ્રોલ કે ડીઝલ જેના ભાવ અત્યારે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે, લોકોને પેટ્રોલ-ડીઝલની કિંમતથી જરૂરીયાત જેટલી રાહત મળી નથી કે હવે ટામેટાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વાત એવી છે કે રાજકોટમાં શાકભાજીના ભાવમાં પેટ્રોલ જેવો ભડકો થયો છે. હાલ ટામેટાનો ભાવ રૂ.60થી 70ની આસપાસ થઇ જતા જાણે મોંઘવારીએ માઝાં મુકી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

હાલ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે તો ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને ભારે હાલાકી પડી રહી છે. દેશમાં ટામેટાંના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ મોટો જમ્પ ચાલી રહ્યો છે. દેશના ઘણા શહેરોમાં તો ટામેટાનો ભાવ 150 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે.

હાલ રાજકોટની વાત કરીએ તો ટામેટા 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે એ સિવાય અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા હોય છે પરંતુ તેમ છતાં હાલ શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. ટામેટાંના ભાવમાં ભારે ઉછાળાએ સામાન્ય માણસનો સ્વાદ બગાડ્યો છે. દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદના કારણે ટામેટાંના ભાવ આસમાને પહોંચી ગયા છે. આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા દક્ષિણ ભારતમાં ભારે વરસાદને કારણે ટામેટાં પર આ સંકટ આવ્યું છે. જેના કારણે લોકોના રસોડામાંથી ટામેટાં ગાયબ થઈ ગયા છે.