- પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં આજે ફરી વધારો
- પેટ્રોલ અને ડીઝલ 80-80 પૈસા પ્રતિ લીટર મોંઘુ
- CNG આજે 2.50 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો
દિલ્હી:તેલ કંપનીઓ દ્વારા આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.પેટ્રોલના ભાવમાં 74થી 84 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં પણ 75થી 85 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 105.41 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા અને ડીઝલની કિંમત 104.77 રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતામાં પેટ્રોલની કિંમત 115.12 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 99.83 રૂપિયા પ્રતિ લીટર છે.તો,ચેન્નાઈમાં પણ પેટ્રોલ 110.85 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.94 રૂપિયા પ્રતિ લીટર છે.ગયા વર્ષે 4 નવેમ્બરથી આ બંને ઈંધણની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.50નો વધારો કર્યા બાદ હવે તે વધીને રૂ. 66.61 પ્રતિ કિલો થઈ ગયો છે. છેલ્લા 5 દિવસમાં CNG 6.60 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે.જ્યારે 16 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.વાહનોના ઈંધણના ભાવમાં સતત વધારાથી જનતા પરેશાન છે.
સરકારના રાજકીય વિરોધીઓએ આરોપ લગાવ્યો હતો કે,મોદી સરકારે પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે તેલ કંપનીઓને ભાવ વધારવાથી રોકી હતી.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા બાદ ઓઈલ કંપનીઓએ રવિવારે ડીઝલના મોટા ખરીદદારો માટે 25 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. ઓઈલ ડીલર્સનું કહેવું છે કે,છૂટક કિંમતમાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે.મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.