ભારતીયોનો વિદેશી સત્તામાં દબદબો – હવે મૂળ ભારતીય આલોક શર્મા બ્રિટનની કેબિનેટના મંત્રી બન્યા
- મૂળ ભારતીય આલોક શર્મા બ્રિટનની કેબિનેટના મંત્રી
- મંત્રી બન્યા બાજ સંભાળશે મોટી જવાબદારી
દિલ્હીઃ- મૂળ ભારતીય લોકો વિદેશમાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે,વિદેશની સત્તાઓમાં મંત્રી પદે મૂળ ભારતીયો જવાબદારી સંભઆળતા થયા છે તે પછી વિશ્વની મહાસત્તા અમેરિકા હોય કે વર્ષો સુધી આપણઆ પર રાજ કરનાર બ્રિટન હોય જો કે હવે બ્રિટનમાં મૂળ ભારતીય ઘણા હોદ્દાઓ પર જોવા મળે છે
ત્યારે હવે ભઆરતના ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં જન્મેલા અને ભારત સાથે ખાસ સંબંધ ધરાવતા આલોક શર્માને બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રસ દ્વારા તેમની કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.આ જાહેરાતથી આલોક શર્માના પરિવારના લોકો શુશ થયા છે.
વિતેલા દિવસને બુધવારે આલોક શર્માનો જન્મદિવસ પણ હતો. શર્મા હાલ માટે ક્લાઈમેટ કોન્ફરન્સ COP-26 ના પ્રમુખ તરીકે કાર્યરત રહેશે. ટ્રસ કેબિનેટમાં 55 વર્ષીય આલોક શર્માની નિમણૂકથી ભારતીયોને પણ ગર્વ છે.
બ્રિટનની નવી સરકારમાં મહત્વની ભૂમિકા ભજવનાર આલોક શર્માનું જન્મસ્થળ આગ્રામાં કોઠી મીના બજાર છે. તેમનો જન્મ 7 સપ્ટેમ્બર 1967ના રોજ થયો હતો. તેમના પિતા ડૉ. પ્રેમ શર્મા ભલે વર્ષો પહેલા પરિવાર સાથે લંડન શિફ્ટ થયા હતા આમ આ રીતે આલોક શર્મા મૂળ ભારતીય છે.