Site icon Revoi.in

ડાંગમાં પાક નુકસાની માટે સહાય આપવાની કાર્યવાહી શરૂ કરી

Social Share

અમદાવાદઃ ડાંગ જિલ્લામાં ગત સપ્તાહે આવેલા મુસળધાર વરસાદને કારણે વઘઈ તાલુકાના વિસ્તારમાં આવેલા ગામડાઓમાં ભારે તારાજી સર્જાઈ હતી. ખાસ કરીને ચિકાર અને ઝાવડા ગામ ખાતે આવેલ કોતરમાં ખૂબ પાણી આવવાના કારણે ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા અને જેના કારણે ખેતી પાક અને બાગાયતી પાકોને મોટું નુકસાન થયું હતું. સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો હતો અને નુકસાની થઈ હતી.

જ્યારે પાક નુકસાનીનું સર્વે કરવા માટે ડાંગ કલેકટર ના અધ્યક્ષ સ્થાને છ ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું. જેમાં 97 હેક્ટર વિસ્તારમાં નુકસાની થઈ છે. ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, ખેતી પાકમાં નુકસાન થયેલા ખેડૂતોને નુકસાની માટે સહાયની ચુકવણી કરવા માટેની કામગીરી ખેતીવાડી કચેરી દ્વારા કરવામાં આવી.