Site icon Revoi.in

રાજ્યની મધ્યસ્થ જેલોમાં બંધ કેદીઓને આધુનિક પદ્ધતિથી અપાશે શિક્ષણ

Social Share

અમદાવાદઃ ગુજરાતની વિવિધ જેલમાં હત્યા સહિતના ગંભીર ગુનામાં ઝડપાયેલા કેદીઓ સજા ભોગવી રહ્યાં છે. કેદીઓ પણ જેલમાં શિક્ષણ મેળવીને બહાર નીકળીને પગભર બની શકે તેવા પ્રયાસો જેલતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. રાજ્યની સેન્ટ્રલ જેલોમાં સજા ભોગવતા કેદીઓને પણ હવે આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લીધો છે. રાજકોટ વડોદરા અને સુરતની જેલમાં હવે કેદીઓને સ્માર્ટ બોર્ડ ના ઉપયોગ થકી આધુનિક પધ્ધતિથી શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી છે. કેદીઓને રોજગારલક્ષી અને અભ્યાસલક્ષી શિક્ષણ આધુનિક સ્માર્ટ બોર્ડના ઉપયોગ થકી આપવામાં આવશે.

રાજ્યના જેલના વડાના જણાવ્યા અનુસાર રાજ્યની મોટાભાગની ખાનગી સ્કૂલોમાં સ્માર્ટ બોર્ડનો ઉપયોગ થાય છે. આવા સ્માર્ટ ક્લાસ રૂમ જેલમાં શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. સ્માર્ટ ક્લાસરૂમમાં સ્માર્ટ બોર્ડ થકી કેદીઓને ભણવા માટેની આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે ડિજિટલ યુગમાં જેલના કેદીઓ પણ હવે સ્માર્ટ બનશે અને ગુજરાતની તમામ સેન્ટ્રલ જેલમાં પ્રાથમિક ધોરણેઆ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેલના કેદીઓને ડિજિટલ માધ્યમથી અભ્યાસ કરાવીને તમને આત્મનિર્ભર બનાવવાની આ પહેલ શરૂ કરવામાં આવી છે કેદીઓને સાયન્સ, ગણિત સહિતના વિષયો ઉપર સ્માર્ટ ટ્રેનિંગ અને સ્માર્ટ બોર્ડના ઉપયોગ દ્વારા શિક્ષણ આપવામાં આવશે.