- કોટનની કુર્તીઓ ગરમીમાં આરામ દાયક
- સ્ટાઈલીશ લૂક સાથે ગરમીમાં પણ રાહત આપે છે
ઉનાળાની ગરમીમાં હંમેશા વજનમાં હળવા કપડા પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ બને ત્યા સુધી કોટન અને ખાદીને પ્રાધાન્ય આપવું જોઈએ જે ગરમીમાં પણ રાહત આપે છે અને તમારા લૂકને શાનદાર પણ બનાવે છે.
આ સાથે જ આજકાલ તો માર્કેટમાં અવનવી ડિઝાઈનની કુર્તીઓ મળતી હોય છે જેને લઈને ફેશનની ચિંતા પણ મચી જાય છે, કરીને કોટનની કુર્તીઓ ફેશનની સાથે સાથે આપણાને અનુકુળ પણ રહે છે, કોટનની લોંગથી લઈને શોર્ટ કુર્તીઓ એવરગ્રીન ફેશન રહી છે.
લોંગ કુર્તી – કરીને લોંગ કુર્તીઓ કોલેેજિયન યુવતીઓ, ઓફિસ જતી મહિલાઓ વધારે પસંદ કરી રહી છે. તેમાં હવે અનેક કલર પ્રિન્ટ પણ જોવા મળે છે.
લોંગ સિમ્પલ કુર્તી – સામાન્ય રીતે કોટનના કપડાની લાંબી કુર્તી મહિલાઓને આકર્ષક લૂક તો આપુે જ છે પરંતુ તે પહેરવામાં પણ કમ્ફર્ટેબલ રહે છે,ખાસ કરીને ગરમીની સિઝનમાં કોટનની લાંબી કુર્તી સાથે પ્લાઝો પહેરવામાં ખૂબ જ અનુકુળ રહે છે.
શોર્ટ કુર્તી – કોટનના કાપડની ઘુંટણ સુધીની નાની શોર્ટ કુર્તી પહેરવામાં અનુકુળ રહે છે તકો સાથે સાથે ગરમીમાં પણ રાહત મળે છે, આ સાથે જ કોટનની શોર્ટ કુર્તી પર કોટનનો લોંગ સ્કટ ખૂબ શુટ થાય છે, આ સાથે જ કોટનના સ્કર્ટથી ગરમીનો અનુભવ પણ નથી થતો.
ફ્રંટ ઓપન કુર્તી – કોટન લોંગ ડ્રેસીસમાં ફ્રંટ ઓપન ડ્રેસ તમને સ્ટાઇલિશ લુક આપે છે. તેને કોટન પેન્ટ કે પ્લાઝોની સાથે પહેરી શકો છો. આ પ્રકારના ડ્રેસીસમાં આગળના ભાગમાં ઝીપ અથવા તો ડ્રેસીસમાં બટન્સ પણ લગાવેલા હોય છે, જેના કારણે ફીટીંગ પરફેક્ટ આવે છે.
એ લાઇન – કોટન લોંગ ડ્રેસીસમાં એ-લાઇન ડ્રેસીસ પણ સ્માર્ટ લુક આપે છે. આ ડ્રેસીસમાં તમારો બોડી શેપ પણ પરફેક્ટ દેખાય છે. જે મહિલાઓનો લોઅર બોડી પાર્ટ વધારે હોય તેમના માટે લોન્ગ એ લાઇન ડ્રેસીસ બેસ્ટ રહે છે
મેક્સી કોટન કુર્તી – લૂઝ, લોન્ગ કોટન મેક્સી ડ્રેસ દેખાવમાં ખૂબ સુંદર લાગે છે. તે કમર સુધી ફીટીંગવાળા હોય છે અને નીચેથી તદ્દન લૂઝ હોય છે. આ પહેરવેશ ફ્રોક ડ્રેસ ટાઇપ લુક આપે છે.