જૂનાગઢમાં નવતર પહેલઃ પ્રથમ વાર પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેનો આરંભ થશે
અમદાવાદઃ જૂનાગઢ ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેનો આરંભ કરાવશે. જેમાં જૂનાગઢ વાસીઓ પ્રાકૃતિક ભોજન, નાસ્તાનો આનંદ લઇ શકશે. આ દેશનું સૌ પ્રથમ પ્લાસ્ટીક કાફે બનશે. જેમાં પ્લાસ્ટીક જમા કરાવવાથી પ્રાકૃતીક ફુડ અને સરબત મળશે.
જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પ્લાસ્ટીક મુક્ત જૂનાગઢ માટે નવતર પહેલ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વાર પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેનો આરંભ થશે. તા. 30 જૂનના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કાફેનો આરંભ થશે. આ પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેમાં જૂનાગઢવાસીઓ પ્રાકૃતિક ભોજન, નાસ્તાનો આનંદ લઇ શકશે.
જિલ્લા કલેકટર રચીત રાજેએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકની એક બોટલ ને ડીકમ્પોઝ થતા 400 વર્ષ લાગે છે. ભારતમાં દરરોજ હજારો ટન પ્લાસ્ટિકનો વપરાશ થાય છે. દર વર્ષે 500 બિલિયન પ્લાસ્ટિક બેગનો વપરાશ થાય છે. વર્ષ 2050 સુધીમાં દરિયામાં માછલી થી વધુ પ્લાસ્ટિક જોવા મળશે.