નવી દિલ્હી: મંગળવારે ડોલરના મુકબાલે રૂપિયો 11 પૈસાની મજબૂતી સાથે ખુલ્યો છે. સોમવારે રૂપિયો 69.25 પર બંધ થયો હતો. મંગળવારે તે 69.15 પર ખુલ્યો હતો. સવારે 10-15 વાગ્યે રૂપિયો 69.15 પ્રતિ ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે.
રેપો રેટ કટની સંભાવનાને ધ્યાનમાં રાખતા ગત સત્રમાં ડોલરના મુકાબલે રૂપિયો 44 પૈસાની મજબૂતી સાથે 69.29 પર બંધ થયો હતો. હાલમાં રેપો રેટ 6 ટકા છે. આશા કરવામાં આવે છે કે આમા 25 પોઈન્ટ્સનો ઘટાડો કરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે કેટલાક માસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજતેલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. કરન્સી બજારના જાણકારોનું કહેવું છે કે ખનીજતેલની કિંમતમાં ઘટાડાને કારણે રૂપોય સતત મજબૂત થઈ રહ્યો છે. તેની સાથે જ રેપો રેટમાં ઘટાડાની સંભાવનાથી રૂપિયાને વધુ બળ મળી રહ્યું છે.
ગ્લોબલ ઈકોનોમિક સ્લોડાઉન અને ચીન-અમેરિકા વચ્ચેના ટ્રેડ વોરની અસર ખનીજતેલની કિંમતમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. સોમવારે ખનીજતેલ 61 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું હતું. 28મી મેના રોજ તે 70 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. પીએમ મોદીની સરકાર માટે આ સારા સમાચાર છે કે સતત ખનીજતેલની કિંમત ઘટી રહી છે.
મહત્વપૂર્ણ છે કે 20મી જૂન-2014ના રોજ ખનીજતેલની કિંમત 115 ડોલર પ્રતિ બેરલ પર ચાલી રહી હતી. જાન્યુઆરી-2015માં તેની કિંમત ઘટીને 49 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી હતી. હાલમાં તે 61 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. ભારત પોતાની જરૂરતના 84 ટકા ખનીજતલે આયાત કરે છે.