Site icon Revoi.in

ઈન્સ્ટાગ્રામઃ કોપીરાઈટનો ભંગ કરનાર એકાઉન્ટ બંધ કરવાની સાથે URL પણ યોગ્ય કરાશે

Social Share

મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે ઈન્સ્ટાગ્રામને કોપીરાઈટ- ઉલ્લંઘન કરનારા યુજર્સના એકાઉન્ટ બંધ કરવાનો આદેશ કર્યો છે. અદાલતે કહ્યું કે, એક વ્યાપક ડાયનામિક તરીકે સોશિયલ મીડિયા કંપનીએ કોપીરાઈટ-ઉલ્લંઘન અંગે સંબંધતિ એકાઉન્ટને બંધ કરવા અને ઉલ્લંઘન કરનાર યુઆરએલને યોગ્ય કરવા જોઈએ.

કેસની હકીકત અનુસાર ટીવી સિરીઝ સ્કેમ 1992 બનાવનારી કંપનીએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટમાં રજુઆત કરાઈ હતી કે, એક વ્યાપક ડાયનામિક રીતે સોશિયલ મીડિયા કંપનીએ કોપીરાઈટ ભંગ સંબંધિત એકાઉન્ટ બંધ કરવા જોઈએ. આ શ્રેણી માત્ર પાઇરેટેડ સાઇટ્સ પર જ નહીં પરંતુ કાયદેસરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. Applause Entertainment આ પાઇરેટેડ પ્રવૃત્તિથી ખુશ નહોતું તેથી તેણે શોની ઉલ્લંઘન કરતી ક્લિપ્સ અને સ્નિપેટ્સ દૂર કરવા માટે બહુવિધ પ્લેટફોર્મનો સંપર્ક કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર શ્રેણીની પાઇરેટેડ સામગ્રીનો મોટો જથ્થો પણ ઉપલબ્ધ હતો, પરંતુ તાત્કાલિક પગલાં લેવાને બદલે, પ્લેટફોર્મે માલિકીનો પુરાવો માંગ્યો હતો. જે બાદ મીડિયા કંપનીએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. કેસની સમીક્ષા કર્યા પછી, હાઇકોર્ટે તારણ કાઢ્યું કે, સ્ટુડિયો પાસે અધિકારો છે, તેથી ઇન્સ્ટાગ્રામે કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટે ઈન્સ્ટાગ્રામને આ પોસ્ટ્સ હટાવવાનો આદેશ આપ્યો છે. તેમજ તેમના પ્લેટફોર્મ પરથી કોપીરાઈટ ઉલ્લંઘન કરનારા યુઝર્સના એકાઉન્ટ્સ અને યુઆરએલ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે Instagram એ પણ આ એકાઉન્ટ્સ વિશેની માહિતી એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટને આપવી પડશે. બોમ્બે હાઈકોર્ટના આદેશને પગલે અન્ય સોશિયલ મીડિયા ગ્રુપ પણ સક્રીય થયું છે. તેમજ કોપીરાઈટને લઈને વધારે આકરી કાર્યવાહી શરૂ કરે તેવી શકયતા છે.